અમરેલી : અચાનક બોરમાંથી ફૂવારો છૂટ્યો, બોરમાંથી મોટરને બહાર ફેંકી દીધી

અચાનક બોરમાંથી પાણીનો ફૂવારો છૂટ્યો.

અમરેલીનો બનાવ : પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાં નાખવામાં આવેલી મોટર પાઇપ સાથે બહાર ફેંકાઈ ગઈ હતી.

  • Share this:
    અમરેલી : આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા (Saurashtra Road)એ વિશેષ હેત વરસાવ્યું છે. ભારે વરસાદ બાદ અને કૂતુહલ જગાવતા બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા પંચમહાલના કાલોલમાં એક બંધ ડંકીમાંથી રહસ્યમય અવાજ બાદ પાણી નીકળ્યું હતું. તો કેશોદમાં એક ખેતરમાંથી 50 ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. હવે અમરેલીના લાઠી ખાતે એક બોરમાં 'ગગનચૂંબી' ફૂવારો છૂટ્યો છે. પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી મોટર પણ બહાર ફેંકાઈ ગઈ હતી.

    બોરમાંથી અચાનક છૂટ્યો પાણીનો ફૂવારો

    લાઠીના પ્રતાપગઢ રોડ ખાતે આવેલા એક ખેતરમાં આ બનાવ બન્યો હતો. અહીં વિઠ્ઠલભાઈ શંકરની વાડીમાં બોરમાંથી અચાનક ફૂવારો છૂટ્યો હતો. બોરમાંથી છૂટેલો ફૂવારો 25 થી 30 ફૂટ ઊંચો ઉછળ્યો હતો. અચાનક જ બોરમાંથી ફૂવારો ઉછળતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. પાણીનો ફૂવારો એટલો ફોર્સથી ઉછળી રહ્યો હતો કે બોરમાંથી મોટર અને પાઇપ ઉછળીને બહાર ફેંકાયા હતા. ઉલ્લેખનીય છે કે સતત પડતા વરસાદ બાદ પાણીના તળ ઊંચા આવી જતા હોય છે. આવા સમયે ક્યારેક જમીનમાંથી આપમેળે પાણી બહાર આવતું હોય છે. અમુક જગ્યાએ બોર કે હેન્ડપંપમાંથી અચાનક પ્રેશરથી પાણી બહાર આવતું હોય છે.

    રહસ્યમય અવાજ બાદ બંધ હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો

    જુલાઈમાં કાલોલ (Kalol Taluka)ના ચોરા ડુંગરી ગામે લોકોમાં કૌતુક જગાવતી એક ઘટના બની હતી. અહીં અચાનક એક બંધ પડી રહેલા હેન્ડપંપમાંથી પાણીનો ફૂવારો ફૂટ્યો હતો. પાણીના ફૂવારાનો પ્રેશર એટલું વધારે હતું કે જાણે ઇલેક્ટ્રિક મોટરથી પાણી બહાર ફેંકવામાં આવી રહ્યું હોય. અચાનક બંધ પડી રહેલા હેન્ડ પંપમાંથી પાણીનો ફૂવારો છૂટતા લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. ગામ લોકોના કહેવા પ્રમાણે અહીં સમયાંતરે આવી ઘટના બનતી રહે છે. ગત વર્ષે પણ અહીં 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો.

    16મી જુલાઇના રોજ સૌરાષ્ટ્રમાં સવારે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા (Keshod)ના રાણીકપરા ગામ ખાતે એક કુતૂહલ જગાવતો બનાવ બન્યો હતો. ભૂકંપ આવ્યો ત્યારે જ અહીં જમીનમાંથી 50 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: