Home /News /kutchh-saurastra /'હવે તારા ઘરે પોલીસ આવશે': બગસરામાં ભાઇની ધમકી બાદ બહેનનું અગ્નિસ્નાન

'હવે તારા ઘરે પોલીસ આવશે': બગસરામાં ભાઇની ધમકી બાદ બહેનનું અગ્નિસ્નાન

પ્રતિકાત્મક તસવીર

બગસરાના માવજીંવવા ગામે રહેતી મહિલાએ અગ્નિશ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેથી તેમને પગલે પ્રથમ અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં લાવવામાં આવી હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ બગસરાના માવજીંવવા ગામે રહેતી મહિલાએ અગ્નિશ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેથી તેમને પગલે પ્રથમ અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

    મળતી માહિતી પ્રમાણે બગસરાના માવજીંજવા ગામે રહેતી 42 વર્ષીય શાંતાબેન ખીમજીભાઇ દાફડાએ ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી ગંભીર રીતે દાઝેલા શાંતાબેનને પ્રથમ અમરેલી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે તેનું મોત નીપજ્યું હતું.

    પ્રાથમિક તબક્કે સાવરકુંડલાના ઇંગોરાણા ગામે રહેતા ભાઇ ગોવિંદ ખેતલીયાની પુત્રી સાથે સાંતબેનના પુત્રના લગ્ન થયા હતા. પુત્રવધુ હાલ રિસામણે માવતરે ગોવિંદભાઇને ત્યાં હોવાથી જે બાબતે મનદુઃખ ચાલતા હતા.

    આ પણ વાંચોઃ-અમરેલીઃ પગાર વધારવાની લાલચે સંચાલકનો મહિલાને ચુંબનનો પ્રયાસ

    જેથી ભાઇ ગોવિંદે શાંતાને ફોન કરીને હવે તમારા ઘરે પોલીસ આવશે કહીં ધમકાવતા આ પગલું ભરી લીધું હતું. શાંતાબેનના મોત બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Saurashtra, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन