Home /News /kutchh-saurastra /

લોકશાહી બાનમા!: હાર્દિકનાં ઉપવાસ મામલે અમરેલીમાં 144ની કલમ લગાડી દેવાઇ

લોકશાહી બાનમા!: હાર્દિકનાં ઉપવાસ મામલે અમરેલીમાં 144ની કલમ લગાડી દેવાઇ

પાટીદારોને અનામક મળે તે માટે હાર્દિક પટેલે અનામત આંદોલન કર્યુ હતું.

જિલ્લા વહીવટી તંત્રએ કહ્યુ, સરકારી મિલ્કતોને નુકશાન થતું અટકાવી શકાય, સામાન્‍ય જનજીવન પર થતી વિપરીત અસર નિવારી શકાય તે માટે અમરેલી જિલ્‍લામાં 144 કલમ લાગુ કરાઇ છે.

    સરકાર દ્વારા છાશવારે સમગ્ર રાજ્યમાં 144ની કલમ લગાડી દેવામાં આવે છે.  વધુ એક વખત 144ની કલમ લગાડવામાં આવી છે.  હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી અમદાવાદમાં ઉપવાસ પર બેઠા છે અને અનેક લોકો તેને સમર્થન કરવા આવી રહ્યા છે. પણ આ તરફ અમરેલીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 144ની કલમ લગાડી દેવામાં આવી છે.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ૨૫ ઓગષ્‍ટ-૨૦૧૮ના રોજથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અમદાવાદ ખાતે વિવિધ માંગણીઓ સંદર્ભે આમરણાંત ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો હતો. સરકારી મિલ્કતોને નુકશાન થતું અટકાવી શકાય, સામાન્‍ય જનજીવન પર થતી વિપરીત અસર નિવારી શકાય અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે સમગ્ર અમરેલી જિલ્‍લામાં ચાર કે તેથી વધુ ઇસમોને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

    ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તળે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એ.બી. પાંડોરે જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી પ્રતિબંધાત્‍મક આદેશો જારી કર્યા છે. જિલ્‍લામાં તા.૪ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યાથી તા.૫ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ (આખો દિવસ) સુધી ચાર કે ચાર થી વધુ વ્‍યક્તિઓ ભેગા થવું નહિ તેમજ ભેગા થવા મદદગારી કરવી નહિ.

    સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કોઇ સભા ભરવાની કે સરઘસ કાઢવાની અથવા લાઉડ સ્‍પીકર વગાડવાની મનાઇ ફરમાવવામાં આવી છે. રસ્‍તા રેલ કે બસ રોકો જેવા કાર્યક્રમો આપવા નહિ. ચક્કાજામ કરવા, કાળા વાવટા ફરકાવવા, પૂતળા દહન કરવા, દેખાવો-ઘેરાવો કરવા કે થાળી વાટકા ઝાલર વગાડી વિરોધ પ્રદર્શન કરવા જેવા કોઇ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા નહિ. લાઉડ સ્‍પીકર વગાડવા માટેની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર લાઉડ સ્‍પીકર વગાડવા નહિ. સભા સરઘસ રેલી વાહનો સાથે કે વાહનો વગર પણ પૂર્વ મંજૂરી મેળવ્યા વગર લાઉડ સ્‍પીકર વગાડવા નહિ. સભા-સરઘસ રેલી વાહનો સાથે કે વાહનો વગર પૂર્વ મંજૂરી વગર કાઢવા નહિ કે અન્‍ય આંદોલનાત્‍મક કાર્યક્રમો આપવા નહિ.

    આ સ્ટોરી પણ વાંચો

    આમરણાંત ઉપવાસ: છેલ્લા 11 દિવસમાં હાર્દિક પટેલે કરેલી મહત્વની 15 TWEETS

    અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસને લઇને પાટીદાર અગ્રણીઓની બંધ બારણે બેઠક

    ફરજ પર રોકાયેલા ગૃહરક્ષક દળની વ્‍યક્તિને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવી વ્‍યક્તિને, લગ્‍નના વરઘોડા કે સ્‍મશાન યાત્રાને તેમજ શાળા, કોલેજ જેવી સ્થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના કાર્યક્રમના આયોજકોને કાર્યક્રમમાં ભાગ લેનારાઓને  આ હુકમ લાગુ પડશે નહિ. હુકમનો અમલ કરવા માટે જિલ્‍લાના તમામ થાણા અધિકારીઓને અધિકૃત્ત કરવામાં આવે છે.

    હુકમનું ઉલ્‍લંઘન કરનાર કે ઉલ્‍લંઘનમાં મદદરૂપ થનાર શખ્‍સ ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર થશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Democracy, Gujarat state, Paas, Section 144, હાર્દિક પટેલ

    આગામી સમાચાર