સાવરકુંડલામાં ખેલાયું ઇંગોરિયા યુદ્ધ, યુવકો મોદી માસ્ક પહેરી નજરે પડ્યા

સાવરકુંડલામાં ખેલાયું ઇંગોરિયા યુદ્ધ, યુવકો મોદી માસ્ક પહેરી નજરે પડ્યા
ઇંગોરિયા યુદ્ધ

 • Share this:
  દર વર્ષની જેમ સાવરકુંડલામાં દિવાળીની રાત્રે પારંપરિક ઇંગોરીયા યુદ્ધ ખેલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 70 વર્ષથી આ પરંપરાને જાળવવામાં આવે છે. જેમાં બે અલગ અલગ જૂથો એક બીજા પર ઇંગોરીયા ફેંકી છે. અને આ ખેલ ખૂબ જ રોમાંચક હોય છે. આ માટે સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગારીયા એને કોકડા તૈયાર કરતા હોય છે. જો કે આ વખતના ઇંગોરીયા યુદ્ધમાં મોદી ફિવર લોકોમાં જોવા મળ્યો હતો. અને અનેક ખેલૈયા મોદીનો માસ્ક પહેરીના આ રમત રમતા જોવા મળ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ ઇંગોરિયા યુદ્ધમાં યુવકો મોદી માસ્ક પહેરીને આ ખેલ રમતા નજરે પડે છે.

  દર વર્ષે દિવાળીની રાત્રે ખાસ રમવામાં આવતા આ લોક તહેવારમાં સવાર અને કુંડલા એમ બે ભાગમાં યુવાનો વહેંચાઇ જાય છે. અને રાતના દસ વાગ્યાથી આ રમત શરૂ થાય છે તો સવારે મોડી સવાર સુધી આ ખેલ ખેલવામાં આવે છે. આ વખતે પૂર્વ કૃષિમંત્રી વી વી વઘાસિયા પણ હાજર રહ્યા હતા. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરી ઇંગોરિયા પ્રગટાવ્યો હતો.  નોંધનીય છે કે આ ઇંગોરિયા યુદ્ધ જોવા માટે ઠેર ઠેરની લોકો પણ આવે છે. આ નિર્દોષ લડાઇમાં કોઇ દાઝતું નથી પણ રોકેટની જેમ છનનન કરતા ઇંગોરિયા અને કોકડા અવકાશી નજારાને આકર્ષક બનાવે છે. માનવામાં આવે છે કે આ નિર્દોષ લડાઇની લોકોના મનમાં કોઇ ભેદભાવ રોષ હોય તો તે દૂર થાય છે. લાંબા સમયથી આ પરંપરા અહીં રમવામાં આવે છે. જો કે અનેક વાર સુરક્ષા અને લોકોની સલામતીના સવાલો પણ ઉઠ્યા છે.  Published by:News18 Gujarati
  First published:October 28, 2019, 08:42 IST

  ટૉપ ન્યૂઝ