Pratap Dudhat Viral Audio Clip: ક્યારેક સત્તાના મદમાં આવી જઈને નેતાઓથી લઈને અધિકારીઓ એટલી હદે બેફામ બની જાય છે કે તેઓ પોતાના હોદ્દાની ગરિમા પણ જાળવી શકતા નથી. જોકે, ટેકનોલોજીના યુગની આ જ ખાસિયત છે કે આવી રીતે સત્તાના નશામાં ભૂલ કરતા નેતાઓ હોય કે અધિકારીઓ તેમના 'કારનામા' વાયરલ થતા વાર લાગતી નથી. આ વાયરલના વાયરામાં કોંગ્રેસના (Congress) બોલકા ધારાસભ્ય (MLA Pratap Dudhat) પ્રતાપ દૂધાત વિવાદોના ચગડોળે ચડી ગયા છે. સાવરકુંડલા (Savarkundala) કોંગ્રેસના ધારાસભ્ય (MLA) દૂધાતે કથિત રીતે પીજીવીસીએલના (PGVCL) અધિકારીને ફોનમાં 'બે કટકે' ગાળો આપતા ઓડિયો ક્લિપ (Viral Audio clip of Pratap Dudhat) વાયરલ થઈ છે. આ વાયરલ ઓડિયો ક્લિપથી એકબાજુ દૂધાતના સમર્થકોમાં હરખ જોવા મળતો હશે ત્યારે જાહેર જીવનમાં ગરિમાં ચૂકતા નેતાઓનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
બનાવની વિગતો એવી છે કે પ્રતાપ દૂધાતે વીજળની પ્રશ્નોથી પરેશાન ખેડૂતોને વાચા આપવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીને ફોન કર્યો હતો. દૂધાતના શબ્દોમાં માનીએ તો આ અધિકારીએ રવિવારે રજાના દિવસે કોઈ ખેડૂતને ફોન કરવા માટે કહ્યું હતું. જોકે, દૂધાતને આ વાત પસંદ ન આવી અને તેઓ ઉશ્કેરાઈ ગયા.
વાયરલ ઓડિયો ક્લિપ સાંભળતા જણાય છે કે દૂધાત અધિકારીને સમજાવા જતા ગાળો ભાંડવા લાગ્યા અને આ મંચ પરથી દર્શાવી ન શકાય એ પ્રકારના અપશબ્દો કહ્યા. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા દૂધાત વાયરલના વાયરમાં આવી ગયા છે.
'તમે નોકરી કરો છો ધર્માદો નથી કરતા...'
પ્રતાપ દૂધાતે કહ્યું, તમને ફોન ન કરે તો કોને કરે, તમારા કોલ સેન્ટર ચાલુ નથી હોતા, તમે નોકરી કરો છો.. ધર્માદો નથી કરતા બરાબર.. 12.00 વાગ્યે અમારા ખેડૂતના ખે્તરમાં લાઈટ ન હોય તો કોને ફોન કરવાનો
'કોલ સેન્ટરમાં કોઈ ફોન ઉપાડતું નથી તો કોને ફોન કરવાનો .......**** %&*&'
પ્રતાપ દૂધાતે પોતાના પક્ષે બળાપો કાઢતા કહ્યું કે તમારા કોલ સેન્ટરમાં કોઈ ફોન ઉપાડતું નથી તો કોને કહેવાનું, તમે એમ કહો છો કે રવિવારે ફોન નહીં કરવાનો તો ક્યારે ફોન કરવાનો તમારી લાઈટ.....***** .......**** %&*&&^*/* કહીને ગાળો આપતા સાંભળવા મળ્યા હતા.
એક બાજુ સમગ્ર રાજ્યમાં ખેડૂતો આઠ કલાકની વીજળીની માંગ કરી રહ્યા હતા. દૂધાત સહિતના ધારાસભ્યોએ આ મામલે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. સરકારે ખેડૂતોને આઠ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત થતા જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ લાદવામાં આવ્યા છે. જોકે, વીજળીની સમસ્યા છે તે સત્ય છે ત્યારે દૂધાત ઉપરાણું લેવા જતા ગાળો આપીને વિવાદમાં મૂકાયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર