VIDEO: જુગાડુ સૌરાષ્ટ્રવાસીઓની વીજળી વગર મોબાઇ ચાર્જ કરવાની ટેક્નિક જોઇ લો

VIDEO: જુગાડુ સૌરાષ્ટ્રવાસીઓની વીજળી વગર મોબાઇ ચાર્જ કરવાની ટેક્નિક જોઇ લો
સૌરાષ્ટ્રાનાં લોકોનો જુગાડ

માત્ર 23 સેકેન્ડનો  આ વીડિયો જોત જોતામાં વાયુવેગે પ્રસરી ગયો છે અને લોકો આ વીડિયો જોઇને સૌરાષ્ટ્રવાસીઓની જુગાડુ પદ્ધતિનાં વખાણ પણ કરી રહ્યાં છે.

  • Share this:
    હાલમાં જ ટાઉતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાનાં ગુજરાતનાં વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. 17 અને 18 બંને દિવસ સૌરાષ્ટ્રમાં લાઇટો બંધ હતી. તેવામાં લોકો શું કરે.. હવે આજનાં સમયમાં લાઇટ પંખા વગર તો લોકો રહી લે પણ મોબાઇલ વગર કેમનાં રહી શકે. તેથી જ આ જુગાડુ ગુજરાતીઓએ ખાસ ટેક્નિક અપનાવી અને વગર વીજળીએ મોબાઇલ ચાર્જ કર્યાં.

    તેમાં પણ કહેવત છે ને.. જરૂરિયાત જ આવિષ્કારની જનની છે. આ કહેવતને પણ સૌરાષ્ટ્રવાસીઓએ સાર્થક કરી છે. તેમણે વીજળી ન હોવાથી ડિઝલ પંપથી પાવર જનરેટ કર્યો અને મોબાઇલ ચાર્જ કર્યો હતો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.





    માત્ર 23 સેકેન્ડનો  આ વીડિયો જોત જોતામાં વાયુવેગે પ્રસરી ગયો છે અને લોકો આ વીડિયો જોઇને સૌરાષ્ટ્રવાસીઓની જુગાડુ પદ્ધતિનાં વખાણ પણ કરી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ