અમરેલી : બુટલેગર પાસે હપ્તો લેવા આવેલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ

વીડિયો પરથી લેવાયેલો સ્ક્રિનશોટ.

બુટલેગર પાસે હપ્તો લેવા આવેલા પોલીકર્મીએ લુખ્ખાઓની ભાષામાં કહ્યું કે, 'જેટલા સારા છીએ એટલા ખરાબ છીએ, બહું હવા નહીં કરવાની.'

 • Share this:
  અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલાના એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે દારૂનો હપ્તો લેવા માટે એક બુટલેગરના ઘરે પહોંચ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય તરફથી તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં પોલીસ કર્મચારી બુટલેગર પરિવારને ધમકી આપી રહ્યો છે, એટલું જ નહીં બુટલેગરના ઘરે આવેલા બીજા લોકોને પણ ધમકી આપી રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે આ વીડિયોને ખુદ અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાયે એલસીબી ગ્રુપમાં શેર કર્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલો પોલીસકર્મી હરપાલસિંહ જાડેજા હોવાનું માલુમ પડ્યું છે. જિલ્લા પોલીસ વડાના કહેવા પ્રમાણે આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

  ઘણા દિવસથી ફરી રહ્યો હતો વીડિયો

  અમરેલી જિલ્લા પોલીસ વડાએ વાયરલ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, આ પોલીસકર્મચારી અમરેલી પોલીસનો જ છે. મળતી માહિતી પ્રમાણે આ પોલીસકર્મી રાજુલા વિસ્તારનો છે. આ વીડિયો છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના વોટ્સઍપ ગ્રુપમાં ફરી રહ્યો હતો. વીડિયો બુટલેગરના ઘરે જ ઉતારવામાં આવ્યો છે, તેના પરથી લાગી રહ્યું છે કે આ વીડિયો ખુદ બુટલેગર કે તેના પરિવારના કોઈ સભ્યએ ઉતાર્યો છે.  બુટલેગરને આપી ધમકી  વાયરલ વીડિયોમાં હરપાલસિંહ જાડેજા નામનો પોલીસકર્મી બુટલેગરને બીભત્સ ગાળો આપી રહ્યો છે. એટલું જ નહીં દારૂનું સ્ટેન્ટ ચાલુ રાખવું હોય તો પૈસા આપવા પડશે તેવું જણાવી રહ્યો છે. સાથે તે એવું પણ કહી રહ્યો છે કે દારૂનું સ્ટેન્ટ ચલાવતા અન્ય લોકો પણ તેને હપ્તો આપે છે.

  વાયરલ વીડિયોમાં પોલીસકર્મી શું કહી રહ્યો છે?

  વાયરલ વીડિયોમાં પોલીસકર્મી લુખ્ખાઓને પણ શરમાવે તેવી ભાષામાં બુટલેગરને કહી રહ્યો છે કે, "હું જાહેરમાં કહું છું કે એ બધા દારૂના સ્ટેન્ડ મેં જાતે આપેલા છે. તારું અહીં રૂપિયો લીધા વગર ચાલે છે, તો આટલી બધી હવા નહીં કરવાની. શાંતિથી બધુ ચાલવું દઉં છું. બધુ બંધ કરાવી દઈશ. તકલીફ પડી જશે. જેટલા સારા છીએ એટલા જ ખરાબ છીએ. બોલવામાં ધ્યાન રાખવાનું. બંધ કરી દેજે હવે બધું (ગાળ બોલે છે). હવે અહીં કોથળી ન મળવી જોઈએ."
  Published by:Vinod Zankhaliya
  First published: