Home /News /kutchh-saurastra /

રાજકોટ : ધોળા દિવસે થયેલી 85 લાખના દાગીનાની લૂંટનું રહસ્ય ઉકેલાયું, 4 લૂંટારૂં ઝડપાયા

રાજકોટ : ધોળા દિવસે થયેલી 85 લાખના દાગીનાની લૂંટનું રહસ્ય ઉકેલાયું, 4 લૂંટારૂં ઝડપાયા

Rajkot 85 lakhs Rs Gold Silver Loot case : લૂંટારૂઓએ લૂંટ કરવા માટે થઈને બાઇક પણ ચોર્યુ હતું.

Rajkot Shiv Jwellers Loot case : રાજકોટ શહેરમાં 26મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 85 લાખથી વધુની સોના ચાંદી સહિતની લૂંટ ચલાવી હતી

Rajkot Shiv Jwellers Loot case : રાજકોટ શહેરમાં 26મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 85 લાખથી વધુની સોના ચાંદી સહિતની લૂંટ ચલાવી હતી. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે  સતીશ સોવરનસિંગ ઠાકુરની શોધખોળ શરૂ છે.

કઈ રીતે સમગ્ર પ્લાનને આપ્યો હતો અંજામ 

ગત ૨૬ એપ્રિલના રોજ પાંચ જેટલા આરોપીઓ અલગ-અલગ રૂપમાં શિવ જ્વેલર્સ ની આજુબાજુ રેકી કરી હતી. ત્યારબાદ 11 વાગ્યા આસપાસ આરોપી બીકેસ વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરવા ગયો હતો. ત્યારબાદ લૂંટ કરવાના થોડા સમય પહેલાં બીકેસ તથા અવિનાશે મોટરસાયકલની ચોરી કરી બપોરના ત્રણ વાગ્યા ના અરસામાં શીવ જવેલર્સ નામની દુકાનમાં સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણેય શખ્સો હથિયાર સાથે અંદર ગયા હતા.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

જ્યારે કે બિકેશ અને અવિનાશ બહાર રેકી કરતા હતા. દુકાનની અંદર ખરીદી માટે પ્રવેશી ચૂકેલા ત્રણેય આરોપીઓ પ્રથમ તો વેપારીને ખરીદી માટે માલ બતાવવાનું કહ્યું હતું. તે દરમિયાન પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાન માં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. તો સાથે જ શો રૂમ માં રહેલ તિજોરીમાં ફરિયાદીને પુરી બહારથી લોક કરી મુદ્દામાલ સાથે નાસી છૂટયા હતા.

આ પણ વાંચો : COVID : RTPCR ટેસ્ટ કીટને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો

આરોપીઓએ લૂંટ કરી લુટી લીધેલો મુદ્દામાલ ના બે ભાગ પાડ્યા હતા. જેમાંથી એક ભાગ બીકેસ અને અવિનાશ પાસે રાખ્યો હતો. જે મોટરસાયકલ બીકેશ અને અવિનાશ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. તે મોટરસાયકલ દ્વારા સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણે મોરબી તરફ નાસી ગયા હતા.

આ પણ વાંચો : મોરબી : પંચાસરના ગરાસિયા પ્રૌઢની હત્યાના કેસમાં તમામ છ આરોપીનો નિર્દોષ છુટકારો

લૂંટનો બનાવ પૂર્ણ થયા બાદ અવિનાશ અને બીકેશે નોટ કરેલો મુદ્દામાલ પોતાના ભાડાના મકાનમાં મૂકીને બહારની પોલીસ તેમ જ અન્ય વ્યક્તિની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા. ત્યારબાદ થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જોઇ જતાં તેઓને પકડાઈ જવા ની બીક પણ લાગી હતી. જેથી તેઓ મુદ્દામાલ રૂમમાં જ રાખી થોડે દૂર જઇ અગાઉ નક્કી થયા મુજબ ઓટો રીક્ષા મારફતે મોરબી નાસી ગયેલા હતા.

આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

સતીશ શુભમ અને સુરેન્દ્ર જે મોટરસાયકલ લઈને મોરબી તરફ ગયા હતા તે મોરબી પહેલા આવતા વિરપર ગામ પાસે મૂકીને ત્યાંથી સીએનજી ઓટો રીક્ષામાં મોરબી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. જ્યાં પાંચેય આરોપીઓ એ અગાઉથી નક્કી કર્યા મુજબ ભેગા થયા હતા.

સતીશે કપડાં પણ બદલાવી લીધા હતા. ત્યાંથી તેઓ મોરબીથી ઇકો ભાડે કરી માર્યા ગયા અને ત્યાંથી રાજસ્થાની બસમાં બેસી ઉદયપુર જયપુર દિલ્હી તેમ જ દિલ્હીથી પલવલ હરિયાણા ખાતે તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા. ભીવંડી થી બધા છુટા પડ્યા હતા અને ત્યાર બાદ અવિનાશ અને શુભમ રેવાડી હરિયાણા ખાતે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યા હતા.
Published by:Jay Mishra
First published:

Tags: 85 lakhs rs gold silver loot rajkot, Rajkot crime news, Rajkot News, Rajkot police, Rajkot Shiv Jwellers loot case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन