Home /News /kutchh-saurastra /

રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

કાકીએ જ ભત્રીજીની હત્યા કરી હોવાનો થયો ખુલાસો

કાકીએ કૌટુંબીક ઝગડાનો ખાર રાખી 9 વર્ષની ભત્રીની હત્યા કરી, ધાબા પરથી પડી ગઈ હોવાનો ડોળ કર્યો, કાકા અને પિતાએ પણ વાત દબાવી અગ્નીસંસ્કાર કરી દીધા. જુઓ કેવી રીતે ભાંડો ફૂટ્યો

  મુનાફ બકાલી, ઉપલેટા : કૌટુંબિક ઝગડામાં મહાભારતનું યુદ્ધ સર્જાઈ ગયું છે અને તેમાં પરિવારના સભ્યો એજ પોતાના પરીજનોની હત્યા કરી નાખી છે, આવી જ ઘટના રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બની છે, જ્યાં એક કાકીએ પોતાની ભત્રીજીની હત્યા કરી નાખી છે અને હાલ આખો પરિવાર પોલીસ કસ્ટડીમાં છે.

  ઘટના છે ઉપલેટા શહેરના લેઉવા પટેલ સમાજ સામેની સર્વોદય સોસાયટીની અહીં રહેતા બાવાજી પરિવારમાં ગત તારીખના રોજ પરિવારની 9 વર્ષની દીકરી અગાસી ઉપરથી પડી જતા મ્ર્ત્યુ થયાનું જાહેર થયું હતું અને ઉપલેટા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યું નોંધીને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

  શું છે ઘટના?

  ઉપલેટા સર્વોદય સોસાયટીમાં રહેતા બાવાજી નિમાવત પરિવાર રહે છે, પરિવારમાં ચેતનભાઈ નિમાવત તેના પત્ની કિરણ બેન અને તેની બે દીકરી એક 14 વર્ષની કાવ્યા અને બીજી 9 વર્ષની દીકરી આયુષી સાથે રહે છે તેની સાથે તેના દિયર મયુરભાઈ અને તેની પત્ની વંદના અને તેના બે દીકરા 13 વર્ષનો માનવ અને 8 વર્ષનો મંત્ર સાથે રહેતા હતા. ચેતનભાઈ અને મયુરભાઈ બંને સાથે શહેરમાં સાબુની શોપ ચલાવે છે અને ગુજરાન ચલાવે છે.

  આ પણ વાંચો - અરવલ્લીમાં કમકમાટી ભરી ઘટના : જીવદયા કરતા જીવ ગુમાવ્યો, વીજકરંટથી મોતનો Live Video મોબાઈલમાં કેદ

  મૃતક બાળકીની માતાના જણાવ્યા અનુસાર, ગત 8 તારીખે મારી દેરાણી બપોરે જમીને અમારા મકાનના ઉપરના ભાગે તેના રૂમમાં ચાલ્યા ગયા હતા અને થોડી વાર પછી જમીને હું પણ મારા રૂમની બહાર હોલ માં tv જોતી હતી બપોરે અઢી વાગ્યે મારા ભત્રીજા માનવ અને કાવ્યના ઓનલાઈન કલાસ શરૂ થતા હોઈ, તેઓ ઓનલાઈન ભણતા હતા, થોડી વાર પછી આયુસી અને તેની કિરણ તેમના રૂમમાં ગયા હતા, અને સેટી ઉપર બેઠા હતા. થોડી વાર પછી મારી દીકરી બહાર હોલમાં જ્યાં TV રાખેલ છે ત્યાં ગઈ હતી અને જતા જતા મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને હું સેટી ઉપર સુઈ ગઈ હતી, આશરે 4 : 30 વાગ્યે મારી દેરાણી મારા રૂમનો દરવાજો ખોલીને રાડા રાડ કરી હતી, અને મને ઉઠાડીને ઈશારાથી જોવા મને કહ્યું હતું, મેં ઉભા થઇ ને જોયુ તો મારી દીકરી આયુસી લોહી લુહાણ હાલતમાં સીડીના પગથિયાં ઉપર પડી હતી, મારી દેરાણી વંદનાની ચીસો સાંભળીને મારી દીકરી કાવ્યા અને ભત્રીજો માનવ પણ બહાર આવ્યા હતા અને ઘટના જોઈ હતી.

  તેમણે જણાવ્યું કે, મારી દીકરીને જોતા આયુસીનું માથું વચ્ચેના ભાગેથી ફાટી ગયું હતું અને લોહી લુહાણ હતું, મારી દેરાણી વંદના એ તરતજ આયુસીને બાથમાં લઇને ફળિયામાં લઇ લીધી હતી, અને મેં મારી ડેલી ખોલીને રાડો પાડી હતી અને કોઈ દવાખાને લઈ જવાનું જણાવેલ હતું, સામે રહેતો જય નામનો વ્યક્તિ ઘરે આવ્યો, ત્યારે મારી દેરાણી જયના એક્ટિવામાં ડોકટર કનસાગરાની ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ ગયા હતા અને પાછળ પાછળ હું અને શીતલ બેન હોસ્પિટલ પોહોંચ્યાં હતા, મેં રસ્તામાંથી મારા પતિ ચેતન અને મારા દિયર મયુર ને ફોન કર્યો અને બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં ડોક્ટરે આયુસીને તપાસીને મૃત જાહેર કરી હતી અને સરકારી હોસ્પિટલ લઈ જઈને PM કરવા જણાવ્યું હતું.

  આ પણ વાંચો - સુરત: 'બન કે દિવાના મેરા પીછા ના કર', વર્દીમાં સોશિયલ મીડિયા પર Video બનાવવો ભારે પડ્યો, થયો વિવાદ

  અહીં આ જોઈને બધા રોઈ ઉઠ્યા હતા, અને આયુસીનો મૃત દેહ લઈને ઘરે આવ્યા હતા, ત્યારે મારા પતિ અને મારા દિયર અમારા સગા વહાલાને જાણ કરી હતી અને બધા ભેગા થતા સ્મશાને જઈને તેના અંતિમ વિધિ કરી અને ઘરે પરત ફર્યા હતા અને ઘરે આવી સુઈ ગયા હતા.

  બાળકી આયુસીની હત્યા થઈ છે તેની શંકા કેવી રીતે થઈ?

  બીજા દિવસે આયુસીની માતા કિરણ સવારે કોઈ કામ માટે મકાનના ધાબા ઉપર ગઈ હતી, અને ત્યાં આયુસીની માતા કિરણે અહીં અગાસી ઉપર લોહીના ધબ્બા, લોહી વાળો બ્લેન્કેટ, ટુવાલ સહીતમાં લોહીના દાગા જોયા હતા, સાથે-સાથે ધાબા ઉપર લોહીના ડાઘ સાફ કરેલ જોવા મળ્યા હતા, જેને લઈને આયુસીની માતાને શંકા ગઈ અને જેને લઈને આયુસીની માતાએ પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવેલ હતી, અને પોલીસે તપાસ શરૂ કરી હતી, FSL અનેં પોલીસ તપાસમાં બાળકીને માથામાં દસ્તા જેવી વસ્તુ મારીને હત્યા નિપજાવેલ હોવાનું જાણવા મળેલ હતું,

  પોલીસે આ કામના આરોપી તરીકે મૃતક આયુસીના પિતા ચેતનભાઈ, કાકા મયુર ભાઈ અને કાકી વંદના બેનની ઘરપક્કડ કરી છે. બાળકી આયુસીના મોત બાદ તેના પિતા ચેતન ભાઈ, કાકા માયુરભાઈએ કોઈ જાતની હક્કીક્ત પોલીસમાં જાહેર કરી ન હતી અને કાયદાની રુએ કોઈ PM કે અન્ય પોલીસને જાણ નહિ કરતા, આ ઘટનાને દબાવી દેવા અને આ કૃત્યમાં આયુસીની કાકીનો સાથ આપવા બદલ ઘરપક્કડ કરી હતી.

  શા માટે આયુસીની હત્યા કરાઈ

  બાવાજી પરિવાર સાથે રહેતો હતો, જેમાં કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝગડા ચાલતા હતા, સાથે સાથે આયુસી અને તેના ભત્રીજા મંત્ર વચ્ચે પણ ઝગડા થયા કરતા હતા, સાથે સાથે વંદનાનો મોબાઈલ પણ કિરણે લઈને વાપરતી હતી, જેને લઈને વંદનાને ખાર હતો અને તેણે મોકો જોઈને આયુસીનું કાસળ કાઢ્યું હતું. હાલ તો એક હસતા-રમતા પરિવારના આંતરિક ઝગડામાં એક બાળકીની હત્યા થઈ છે અને તેના હત્યા પાછળ 3 સભ્યો જેલના સળિયા ગણી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:

  આગામી સમાચાર