સૌરાષ્ટ્ર પર એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય, પડી શકે અનરાધાર વરસાદ

News18 Gujarati
Updated: July 12, 2018, 7:28 PM IST
સૌરાષ્ટ્ર પર એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય, પડી શકે અનરાધાર વરસાદ
News18 Gujarati
Updated: July 12, 2018, 7:28 PM IST
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે મેઘાવી માહોલ જામ્યો છે. વળી એક સાથે ત્રણ-ત્રણ સીસ્ટમ કાર્યરત છે પરંતુ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને બાદ કરતા અન્યત્ર હજુ વરસવામા મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા છે જેવામાં આજે સવારથી જ મોટા ભાગના સ્થળે ઝરમર ઝાપટા શરૂ થયા છે. આ પહેલા આજે પુરા થતા 24 કલાક દરમિયાન ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડી મળી રહ્યા છે.

ચાલુ વર્ષે જુલાઈ મહિનાનો અડધો સમય વીતવા આવ્યો છતા સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી સાર્વત્રીક મેઘમહેર નોંધાઈ નથી જેને કારણે સમગ્ર જનતાની નજર આકાશ પર મંડાયેલી છે એવામા છેલ્લા ચાર દિવસથી એક સાથે ત્રણ મજબૂત સીસ્ટમ સૌરાષ્ટ્ર પર મંડરાયેલી છે પરંતુ કુદરત ગમે તે કારણોસર કૃપા વરસાવતો નથી.

એક બાજુ દક્ષિણ ગુજરાતના ઉતરીય વિસ્તારમાં 3.1 કીમી અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે સાથે જ દરીયાઈ સપાટીથી ઉતર પશ્ર્ચિમની સપાટીએ દરીયાઈ સપાટીથી ઉપર 5.8 કીમીએ મોસમી પવનોની રેખા સર્જાઈ છે. વળી સવારના સમયે દક્ષિણ પાકિસ્તાન અને પશ્ર્ચિમ રાજસ્થાનના ઉપરીય ભાગમા અપરએર સાયકલોનીશન સર્જાયુ છે આ એક સાથે ત્રણ મજબૂત સીસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છમાં સચરાચર મેઘમહેર આપી શકે તેવી સર્જાઈ છે પરંતુ અમરેલી સોમનાથ જિલ્લાને બાદ કરતા મેઘરાજા વરસવામા કંજુસાઈ કરી રહી છે.

ગુરુવારે વ્હેલી સવારે રાજકોટ શહેર તેમજ જિલ્લાના ગોંડલ ધોરાજી જેતપુર ઉપલેટા પાટણવાવ સહિતના વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે, એવામા અત્યારસુધીમાં નોંધાયેલા વરસાદી આંકડામા જામકંડોરણા 2॥, વિસાવદ 4 ભેસાણ મેંદરડા વંથલી ગીરગઢડા કોડીનાર 1॥ ઈંચ, વડીયા તાલાલામાં 1 ઈંચ, અંજાર ભાવનગર 1 ઈંચ, જામજોધપુર પોરબંદર ધોરાજી ગોંડલ માણાવદર ઉના ઘોઘા અને રાણપુરમાં અડધો ઈંચ જયારે લોધીકા પડધરી રાજકોટ જામનગર દ્વારકા કલ્યાણપુર ખંભાળીયા રાણાવાવ માળીયાહાટીના કેશોદ સુત્રાપાડા વેરાવળ બાબરા બગસરા ધારી જાફરાબાદ ખાંભા લાઠી મહુવા બોટાદ વરવાળા સહિતના ગામોમાં હળવા-ભારે ઝાપટા સાથે અડધા ઈંચ સુધી વરસાદ પડયો છે.

દીવમાં ધોધમાર વરસાદ, કાપડ બજાર ફેરવાયું બેટમાં

ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દીવની કાપડ બજાર બેટમાં ફેરવાયું હતું.

અમરેલી જિલ્લામાં મેઘરાજા આજે પાંચમાં દિવસે પણ વરસી પડ્યા હતા. અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ ધોધમાર વરસાદ પડતા એકથી દોઢ ઇંચ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના 7 તાલુકા મથકો પર ધીમીધારે વરસાદ ચાલુ છે.
Loading...

અમરેલી જિલ્લામાં સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદની વાત કરીએ તો અમરેલી-33 મી.મી. બાબરા-15 મી.મી. જાફરાબાદ-27 મી.મી. લીલીયા-22 મી.મી. સાવરકુંડલા-27 મી.મી. વડિયા-25 મી.મી. બગસરા-15 મી.મી.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...