ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં, શામળાજીમાં દિવાલ ધરાશાયી

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

News18 Gujarati
Updated: May 17, 2019, 7:10 PM IST
ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં, શામળાજીમાં દિવાલ ધરાશાયી
રાજુલા પંથકમાં પડેલા વરસાદની તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 7:10 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ રાજ્યમાં ઉનાળો હવે ધીમે ધીમે પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થતાં ભારે પવન સાથે વરસાદી ઝાંપડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર અને અમરેલી જિલ્લામાં આજે શુક્રવારે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરની વાત કરીએ તો વાદળ છાયા વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેથી શહેરના રસ્તાઓ ભીંજાયા હતા. અને ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. છુટાછવાયા વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. માંડરડી, આગરિયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. માંડરડી ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે છાપરા ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની વાત કરીએ તો અહીં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હિંમતનગર, તલોદ, ઇડર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરમીથી લોકોને રાહત મળી હતી તો બીજી તરફ પાકને નુકસાનની ભીતીના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. ભારે પવનના કારણે શામળાજી ચાર રસ્તા પાસે પતરાનો શેડ તૂટ્યો હતો. અને શેડ પડતા દિવાલ પણ ધરાશાયી થઇ હતી. જેના પગલે એક સ્થાનિક વ્યક્તિ દબાયો હતો. જેને બહાર કાઢીને સારવાર માટે મોકલાયો હતો.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...