મારા દાદી શિવભક્ત હતા, હું પણ શિવભક્તઃ સોમનાથ વિવાદ પર રાહુલ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: November 30, 2017, 12:54 PM IST
મારા દાદી શિવભક્ત હતા, હું પણ શિવભક્તઃ સોમનાથ વિવાદ પર રાહુલ
'સોમનાથ સુંદર ધાર્મિક સ્થળ છે, અને મને ખૂબ ગમ્યું.' આ કોલમવાળુ રજીસ્ટર ક્યાંથી આવ્યું એ અમારી સમજની બહાર છે. મારા દાદી શિવભક્ત હતા અને હું પણ શિવભકત છું પરંતુ અમે આ વાતનો રાજકીય ઉપયોગ નથી કરતા. સોમનાથ મંદિરના ટ્રસ્ટી કંઈ પણ કરાવી શકે છે.'

  • Share this:
અમરેલી: બુધવારે સોમનાથની મુલાકાત દરમિયાન રજીસ્ટરમાં બિન-હિન્દુ લખ્યા બાદ ઉભા થયેલા વિાદ પર રાહુલ ગાંધીએ ઈટીવી સાથે વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, મેં સોમનાથ રજીસ્ટરમાં માત્ર એટલું જ લખ્યું છે કે,
'સોમનાથ સુંદર ધાર્મિક સ્થળ છે, અને મને ખૂબ ગમ્યું.' આ કોલમવાળુ રજીસ્ટર ક્યાંથી આવ્યું એ અમારી સમજની બહાર છે. મારા દાદી શિવભક્ત હતા અને હું પણ શિવભકત છું પરંતુ અમે આ વાતનો રાજકીય ઉપયોગ નથી કરતા. સોમનાથ મંદિરના ટ્રસ્ટી કંઈ પણ કરાવી શકે છે.'

રાહુલે સોમનાથ મંદિરમાં કરી બિનહિન્દુ તરીકેની નોંધણી
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત રાહુલ ગાંધીએ બુધવારે સોમનાથ મંદિરથી શરૂઆત કરી હતી. જોકે, ત્યાં પણ તેઓ વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે. સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયેલા રાહુલ ગાંધીએ નોંધપોથીમાં બિનહિન્દુ રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરતાંનવો વિવાદ સર્જાયો છે. મંદિરના સુરક્ષા રજિસ્ટરમાં આ એન્ટ્રી કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર મનોજ ત્યાગીએ કરાવી હતી. જોકે, રાહુલ ગાંધીએ નોંધપોથીમાં સિગ્નેચર કરી નહતી.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં બિનહિન્દુના પ્રવેશ માટે અલગથી મંજૂરી લેવી પડે છે. રાહુલ અને અહેમદ પટેલ બંન્નેએ સોમનાથ કાર્યલયમાં બિનહિન્દુ તરીકે રજિસ્ટ્રેશન કરાવીને શિવલિંગના દર્શન કર્યા. આમ જોવા જઈએ તો સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી હિન્દુ હતા પરંતુ તેમણે પારસી એવા ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. ઈન્દિરા ગાંધીના સંતાન રાજીવ ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી આમ તો જન્મે પારસી જ ગણાય. જોકે, રાહુલે કોઈ જ ધર્મનો ફોડ પાડ્યા વગર બિન હિન્દુ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શિવલિંગના દર્શન કર્યા હતા.
First published: November 30, 2017, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading