કોંગ્રેસ સત્તા પર આવશે તો બે બજેટ બનાવીશું: રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: April 15, 2019, 6:06 PM IST
કોંગ્રેસ સત્તા પર આવશે તો બે બજેટ બનાવીશું: રાહુલ ગાંધી
ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં રાહુલ ગાંધીની પહેલી સભા

રાહુલ ગાંધીની રાજુલા અમરેલી હાઇવે પર આવેલી આસરાણા ચોકડી ખાતે જનસભા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીની ગુજરાતમાં આ પ્રથમ સભા છે. રાજુલા અમરેલી હાઇવે પર આવેલી આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો બે બજેટ બનશે. અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું. ઉપરાંત દેવું નહીં ચૂકવનારા ખેડૂતોને જેલ નહીં થાય. અમે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે.

ન્યાય યોજના વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ કહે છે પૈસા ક્યાંથી આવશે? ન્યાય યોજનાના પૈસા ભાગેડુઓના બેંક ખાતામાંથી આવશે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. કોંગ્રેસ ઇનકમ ટેક્સ નહીં વધારે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખી 26 બેઠકો આપી અને દિલ્હી મોકલ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઇક કરી બતાવશે પરંતુ એવું થયું નથી. નોટબંધીના કારણે ભારતમાં બેરોજગારી વધી છે.

મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂરા ન કર્યા. 15 લાખ હજુ ખાતામાં આવ્યા નથી. ખેડૂતો સાથે છેતરપિંડી થઇ છે. સૌથી વધુ બેરોજગાર ભારતમાં છે.

 
First published: April 15, 2019, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading