ઉનાળામાં ગુજરાતમાં પાણીની તંગીથી પ્રજા પરેશાન છે. અમરેલીના સાવરકુંડલામાં પણ આવી જ હાલત છે. આવી કાળઝાળ ગરમી અને પાણીને તંગી વચ્ચે સાવરકુંડલાના લોકો પોતે ખોબલે ખોબલે જેમને મત આપીને વિધાનસભામાં મોકલ્યા છે તેવા પોતાના પ્રતિનિધિને શોધી રહ્યાં છે. આ અંગે તેમની વિરુદ્ધ ઝીંઝુડા ગામમાં પોસ્ટર્સ લાગ્યા છે. પોસ્ટર્સમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ તેમણે કોઈ પ્રશ્ન ઉકેલ્યો નથી. પોસ્ટર્સમાં એવી વાત પણ લખવામાં આવી છે કે તેમને હવે કોંગ્રેસને મત આપ્યો હોવાનો પસ્તાવો થઈ રહ્યો છે.
પ્રતાપ દુધાન વિદેશ ગયાની જાણ થતાં લોકોમાં રોષ
એક તરફ લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે ગામના પ્રશ્નો ઠેરને ઠેર રહ્યા છે. આવા સમયે લોકોને પોતાના પ્રતિનિધિ વિદેશ ગયાની જાણ થતા તેમની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે અહીં અમે મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છીએ ત્યારે ધારાસભ્ય સમુદ્રમાં ધુબાકા મારી રહ્યા છે.
પ્રતાપ દુધાત આફ્રિકાના પ્રવાસે
ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક વીડિયો હાથ લાગ્યો છે. આ વીડિયોમાં પ્રતાપ દુધાત ગ્રામજનોની તમામ તકલીફોને કોરાણે મૂકીને મજા માણતા નજરે પડી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. વીડિયોમાં તેઓ સ્કાય ડ્રાઈવિંગની મજા માણતા દેખાઈ રહ્યા છે.
વિધાનસભામાં મારામારીમાં આવ્યું હતું નામ
સાવરકુંડલાના ધારાસભ્યનું નામ વિધાનસભામાં મારામારી કરવાને લઈને ચર્ચાયું હતું. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન તેમણે ગૃહમાં છૂટા હાથની મારામારી કરી હતી. જેના કારણે અધ્યક્ષે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર