Home /News /kutchh-saurastra /

Kutch: જિલ્લામાં અનેક સ્થોળોએ પોલીસના દરોડા, લાખોની કિંમતનો ગેરકાયદેસર દારૂ પકડાયો

Kutch: જિલ્લામાં અનેક સ્થોળોએ પોલીસના દરોડા, લાખોની કિંમતનો ગેરકાયદેસર દારૂ પકડાયો

પકડાયેલ દારૂ

બુધવારે કચ્છમાં વિવિધ પાંચ રેડમાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વારા દેસી વિદેશી દારૂ ઉપરાંત વિદેશી સિગારેટનો ગેરકાયદેસર જથ્થો પણ પકડી પાડયો હતો

  કચ્છ: બુધવારે કચ્છના પૂર્વ (East Kutch Police) અને પશ્ચિમ વિભાગ પોલીસ (West Kutch Police) દ્વારા વિવિધ રેડ દરમ્યાન ગેરકાયદેસર દેશી વિદેશી દારૂ (Illegal alcohol) અને બિયરના જથ્થા ઉપરાંત સિગારેટનો (illegal cigarette) જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. બુધવારે જિલ્લામાં પાંચ અલગ અલગ રેડમાં પોલીસે લગભગ રૂ. ચાર લાખ જેટલો ગેરકાયદેસર માલ જપ્ત કર્યો હતો.

  બુધવારે પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળતા ગાંધીધામની એક પાનની દુકાન પર રેડ મારી હતી. વોર્ડ નંબર 12બી માં સાંઈ સાગર હોટલ નીચે આવેલી રાજ પાન હાઉસમાં રેડ મારતા ત્યાંથી ગેરકાયદેસર વિદેશી સિગારેટના 753 પેકેટ મળી આવ્યા હતા. મોહનભાઈ નારણદાસ મુલચંદાની પાસેથી પોલીસે જપ્ત કરેલ સિગારેટના પેકેટો પર મેન્યુફેક્ચરિંગ અથવા એક્સપાયરી ડેટ લખેલી ન હતી. તે ઉપરાંત ભારત સરકાર દ્વારા 2008માં પ્રસિદ્ધ કરાયેલ ગેઝેટ મુજબ પેકેટ પર આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી પણ ચિત્ર દર્શાવેલ ન હતી.

  પોલીસે 48 વર્ષીય મોહનભાઈ મુલચંદાની વિરુદ્ધ સિગારેટ અને તંબાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર વાણિજ્ય ઉત્પાદન પુરવઠા વિતરણ પ્રતિબંધ)ના કાયદાની કલમ 7(3),20 મુજબ ગુનો દાખલ કરી અટક કરો હતી. સાથે જ રૂ. 78,430ની વિવિધ વિદેશી કંપનીની સિગારેટના 753 બોક્સ જપ્ત કર્યા હતા.

  આ પણ વાંચો: વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિએ મેળવી યશસ્વી સિદ્ધિ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સના કેમ્પમાં થઈ પસંદગી

  તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગાડીમાં વિદેશી દારૂ લઈ જતા એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ગાંધીધામના જવાહરનગરમાં મારુતિ સુઝુકીની અલ્ટો ગાડીમાં 22 વર્ષીય યુવકને પકડી પાડયો હતો. મુકેશભાઈ વાસાભાઈ ભરવાડ પાસેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 32,250ની 750 બોટલો પણ જપ્ત કરી હતી. ત્યારે જ કાનભાઈ દેવાભાઇ ભરવાડ નામનો આરોપી પકડાવવાનો બાકી રહ્યો હતો.

  તેવી જ રીતે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભચાઉમાં પણ દારૂ ભરીને લઈ જતી ગાડી પકડવામાં આવી હતી. નવા કકરવા ગામથી કુ જતા રોડ પર પોલીસે GJ12BV6186 નંબરની બોલેરો પિક-અપ ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 588 બોટલો જપ્ત કરી હતી જેની કિંમત રૂ. 2,05,800 છે.

  આ પણ વાંચો: એક વખત જરૂર મુલાકાત લેવા જેવી છે ખીજડીયા પક્ષી અભ્યારણ્યની, જાણો અહીં શું જોવા મળશે

  તો પૂર્વ કચ્છના રાપરમાં જ પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શોધી કાઢી હતી. તાલુકાના ડાભુંડાથી ટિંડલવા જતા રોડ પર ખોડીયાર માતાજીના મંદિર નજીક આવેલ નદીના વોકળામાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી જ્યાંથી પોલીસને દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો પણ જપ્ત કર્યો હતો. ભઠ્ઠી ચલાવતા પ્રવિણસિંહ હીરજી પીર પાસેથી પોલીસે 2700 લીટર આથો જપ્ત કર્યો હતો જેની કિંમત રૂ. 5400 છે ઉપરાંત દેશી દારૂ બનાવવાની અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી હતી.

  આ પણ વાંચો: Vadodara Weather: વડોદરામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વારતાવરણથી હિલસ્ટેશન જેવો માહોલ

  તો બીજી તરફ પશ્ચિમ કચ્છમાંથી નખત્રાણા પોલીસે રવાપરથી માતાના મઢ જતા રોડ પર આવેલી સીમમાંથી અંગ્રેજી દારૂની 204 બોટલો પકડી હતી. 33 વર્ષીય હરપાલસિંહ ગેમરસિંહ સોઢા પાસેથી મેકડોવેલ્સ નં. 1 સૂપીરિયર વ્હિસ્કીની 180 બોટલ તથા રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 24 બોટલ જપ્ત કરી હતી જેની કુલ કિંમત રૂ. 71,400 થઈ હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, Kutch Crime, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन