વડાપ્રધાન મોદી આજે કચ્છના શીખ ખેડૂતો સાથે કરશે મુલાકાત, બધાની રહેશે નજર

વડાપ્રધાન મોદી આજે કચ્છના શીખ ખેડૂતો સાથે કરશે મુલાકાત, બધાની રહેશે નજર
કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે.

કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે.

  • Share this:
કચ્છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

એક નિવેદન મુજબ, વડાપ્રધાન કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે. ભારત-પાકિસ્તાન સરહદ પાસે વસેલા ખેડૂતોને વડાપ્રધાન સાથે સંવાદ માટે આમંત્રિત કરાયા છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 શીખ પરિવાર રહે છે.ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો છેલ્લા બે અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર ગઇકાલે સોમવારે લગભગ 32 ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાળ કરી અને દેશના અન્ય ભાગોમાં ખેડૂતોએ આ કાયદાના વિરોધમાં દેખાવો કર્યા હતાં.

સુરતમાં 8 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી આગ્રાથી ઝડપાયો

અમદાવાદ : 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા અને 17 વર્ષના કિશોર વચ્ચે પાંગર્યો પ્રેમસંબંધ, પછી ...

આ બધા વચ્ચે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઇકાલે સોમવારે ભારપૂર્વક કહ્યું કે, કૃષિ ક્ષેત્ર જનની છે અને તેના વિરુદ્ધ પ્રતિગામી પગલું ઉઠાવવાનો સવાલ જ નથી. મહત્વનું છે કે, ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદો પર છે.ત્યારે આજની પીએમ મોદીની શીખ ખેડૂતો સાથેની મુલાકાત પર બધાની નજર રહેશે. આજે કચ્છમાં પણ તેઓ સંબોધન કરવાના છે આ કાર્યક્રમમાં પણ તેઓ આ અંગે કાંઇ કહી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:December 15, 2020, 10:46 am