Home /News /kutchh-saurastra /

PM Modi એ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું લોકાર્પણ, યોગમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપે તેવી આશા વ્યક્ત કરી

PM Modi એ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું લોકાર્પણ, યોગમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપે તેવી આશા વ્યક્ત કરી

વડાપ્રધાને આશા વ્યક્ત કરતા જ હોસ્પિટલમાં યોગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરાઈ

કચ્છની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ સમારોહ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં વિશ્વ યોગ દિવસે ગામડે ગામડે લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી

  Kutch: શુક્રવારે કચ્છની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ( Super Speciality Hospital) ઇ-લોકાર્પણ કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઈચ્છા દર્શાવી હતી કે આવનાર વિશ્વ યોગ દિનના (World Yoga Day) દિવસે કચ્છ યોગનું વર્લ્ડ રેકોર્ડ (Kutch Yoga World Record) બનાવે. કચ્છના ગામડે ગામડે લોકો યોગ કરી વિશ્વમાં દાખલો પૂરો પાડે તેવી આશા વડાપ્રધાને કચ્છના લોકો સમક્ષ દર્શાવી હતી. તો વડાપ્રધાનની ઈચ્છા બાદ જ પટેલ સમાજે નવનિર્મિત હોસ્પિટલમાં યોગ સેન્ટર (Yoga Center) બનાવવાની જાહેરાત કરી હતી.

  કચ્છની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું શુક્રવારે લોકાર્પણ થયું હતું. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા બે વર્ષની અંદર રૂ. 150 કરોડનો ફાળો ભેગો કરી આ અદ્યતન હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. ત્યારે ઓનકૉલોજી, યૂરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયાક તેમજ ટ્રોમા સેન્ટરની સુવિધાઓ આપતી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચયુલી જોડાયા હતા. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ કચ્છી લેવા પટેલ સમાજની પ્રશંસા કરવા ઉપરાંત લોકોમાં વધતી બીમારીઓ મુદ્દે પણ ચિંતા દર્શાવી હતી. લોકોના શારીરિક વજનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો ડાયાબિટીસ જેવા રોગોના શિકાર બને છે જે અન્ય બીમારીઓને પણ નોતરે છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું.

  આ પણ વાંચો: સુરત: રેપીસ્ટ તરીકે ખોટા મેસેજ વાયરલ થતા સુરતના DGVCLના કર્મીએ કર્યો આપઘાત

  તો વડાપ્રધાને આ વચ્ચે યોગ કરવાના ફાયદા પણ જણાવ્યા હતા અને સાથે જ ઈચ્છા દર્શાવી હતી કે કચ્છમાં આ વિશ્વ યોગ દિન નિમિતે એક વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવે. વડાપ્રધાને કહ્યું હતું કે જો કચ્છના દરેક ગામડે યોગ થાય અને સાથે જ યોગ માટે મોટા મોટા કાર્યક્રમ યોજવામાં આવે તો કચ્છ આ ક્ષેત્રમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી શકે છે.

  "કચ્છનું કોઈ એવું ગામ ન રહે જ્યાં જૂનમાં વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ કાર્યક્રમ ન યોજાય. હજુ વિશ્વ યોગ દિવસને બે મહિના બાકી છે અને જો અત્યારથી પ્રયાસ થાય તો કચ્છમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી શાનદાર રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ શકે છે. આ એક ઉત્તમ કાર્ય થશે અને યોગ કરવાથી લોકોમાં બીમારીની માત્રા પણ ઘટશે. કચ્છી લોકો પાસે હું હક્કથી આ વસ્તુ માંગી શકું છું અને તમને મને આ આપવી પડશે,\" તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.

  આ પણ વાંચો:અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું એસીને પણ ટક્કર મારે એવું કૂલર, માત્ર 12 હજાર છે કિંમત

  તો વડાપ્રધાનના આ આહવાન બાદ તરત જ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મુખ્ય દાતા કે.કે.પટેલ પરિવાર દ્વારા હોસ્પિટલમાં એક યોગ સેન્ટર શરૂ કરવા માટે આર્થિક ફાળાની જાહેરાત કરી હતી. તો યોગા સેન્ટર ઉપરાંત આયુર્વેદ વિભાગ અને કુદરતી ઉપચાર વિભાગ શરૂ કરવાની જાહેરાત પણ સમાજ દ્વારા કરવામાં આવી હતી. તો આ વિભાગો પાંચ વર્ષ સુધી કાર્યરત રાખવા કે.કે.પટેલ પરિવાર દ્વારા કુલ રૂ.10 કરોડનું દાન અલગથી આપવામાં આવ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, PM Modi પીએમ મોદી, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन