બાબરામાં મહિલા PSIની ગરીબ મહિલાઓ પર ડંડાવાળી: પરેશ ધાનાણીએ કહ્યુ- 'રાવણ રાજનો આભાસ'

બાબરામાં મહિલા PSIની ગરીબ મહિલાઓ પર ડંડાવાળી: પરેશ ધાનાણીએ કહ્યુ- 'રાવણ રાજનો આભાસ'
ગરીબ મહિલાઓને ફટકારી રહેલા PSI.

પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કમલમને અનેક કાર્યક્રમો થાય છે ત્યારે સરકારી તંત્ર 'મૂક' અને લાચાર બને છે.

  • Share this:
    અમરેલી: અમરેલીના બાબરામાં મહિલા પીએસઆઈએ ગરીબ મહિલાઓ પર ડંડા વરસાવ્યા હોવા મામલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ સરકાર પર પ્રહાર કરતું ટ્વીટ કર્યું છે. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કમલમને અનેક કાર્યક્રમો થાય છે ત્યારે સરકારી તંત્ર 'મૂક' અને લાચાર બને છે. ઉલ્લેખનીય છે કે અમરેલીના બાબરા (Babra)માં ભરાતી બુધવારી બજારમાં એક મહિલા પીએસઆઈ (Woman PSI)એ મધ્યવર્ગની મહિલાઓ પર ડંડાવાળી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મહિલાઓ અઠવાડિયામાં એક દિવસ એટલે કે બુધવારે જૂના કપડાં અને સામાન વેચીને પેટીયું રડતી હોય છે. મહિલાઓને સમજાવીને હટાવવાને બદલે પીએસઆઈએ ડંડામારીને તેમના ભગાડી મૂકી હતી.

    આ મામલે પરેશ ધાનાણીએ 'રાવણ રાજનો આભાસ'ના હેડિંગ સાથે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે...



    'મંદી અને મોંઘવારી' અપાર,
    વધી બેરોજગારી ભારોભાર,
    છે બાબરાનુ બુધવારી બજાર,
    થયો ગરીબની હાટડીએ વાર,
    મહિલાઓને ખવડાવ્યો માર,
    કર્યો ખુદ પોલીસે અત્યાચાર,
    કમલમના કાર્યક્રમે થાય 'ટોળા' અપાર,
    તોય સરકારી તંત્ર બને "મૂક ને લાચાર",
    શું જનતા ઓગાળશે સરકારી અહંકાર?

    આ પણ વાંચો: જૂનાગઢ: પોસ્ટ ઓફિસનો એજન્ટ ફૂલેકું ફેરવીને પલાયન થઈ જતાં મહિલાનો આપઘાત

    ગરીબ મહિલાઓ પર ડંડાવાળી

    બાબરામાં દર બુધવારે મધ્યવર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે બુધવારી બજાર ભરાય છે. આજે સવારે પોલીસે દાદાગીરી કરીને આ માર્કેટ બંધ કરાવી હતી. આ દરમિયાન દીપિકા ચૌધરી નામના મહિલા પીએસઆઈએ બુધવારીમાં પાથણા પાથરી વેપાર કરતી ગરીબ અને મધ્યવર્ગની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓને તેમણે ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન તેઓ યુનિફોર્મમાં પણ જોવા મળ્યા ન હતા.

    આ પણ વાંચો: રાજકોટને CM રૂપાણીની વધુ એક ભેટ: શહેરમાં બીજા અત્યાધુનિક બસ પોર્ટને મંજૂરી

    પીએસઆઈના આવા વર્તન બાદ ગરીબ મહિલાઓનો ગુસ્સા ફૂટી નીકળ્યો હતો. પોતાની હૈયાવરાળ રજુ કરતા મહિલાઓએ કહી રહી હતી કે રાજકીય મેળાવડા થાય છે ત્યારે પોલીસ શા માટે મૂકપ્રેક્ષક બનીને બેસી રહે છે? શા માટે ફક્ત ગરીબો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે?

    મહિલા પીએસઆઈએ સરખી રીતે માસ્ક પહેર્યું ન હતું

    આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં મહિલા પીએસઆઈ એક મહિલાને માર મારતા જણાઈ રહ્યા છે. આ દરમિયાન ધ્યાનથી જોતા તેમણે પોતાનું માસ્ક સરખી રીતે પહેર્યું નથી. તેમનું માસ્ક નાકથી નીચે જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય ખૂબ જ કડક છાપ ધરાવે છે. નિયમ ભંગ બદલ તેઓ પોલીસ ખાતાના લોકોને પણ સજા ફટકારે છે. આ વીડિયો મામલે તેઓ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.
    Published by:Vinod Zankhaliya
    First published:January 13, 2021, 18:08 pm

    ટૉપ ન્યૂઝ