રાજેશ ગઢીયા, અમરેલી: લોકસભાની ચૂંટણી માટે બંદોબસ્તમાં અમરેલી આવેલા જવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બંદોબસ્તમાં આવેલા આ જવાન સાવરકુંડલાની જ્ઞાતિ સમજાની વાડીમાં રાત્રી રોકાણ માટે રોકાયો હતો. દરમિયાન આ ઘટના બની હતી.
રાત્રી રોકાણ દરમિયાન બે જવાનોની તબિયત લથડી હતી. જેમને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક જવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે એક જવાનની હાલત ગંભીર છે.
ઘટનાને પગલે કલેક્ટર, એસ.પી. અને વિપક્ષના નેતા ધાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરોના પ્રાથમિક તારણ મુજબ ઝેરી જીવડું અથવા સર્પદંશથી જવાનનું મોત નિપજ્યું હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ( ITBP)નો જવાન હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર