Home /News /kutchh-saurastra /

કચ્છ: ફરી એક વખત મંદિરમાં ચોરી, મોચિરાઈ સ્વામિનારાયણ મંદિરમાંથી પગલાં ચોરી તળાવમાં ફેંકાયા

કચ્છ: ફરી એક વખત મંદિરમાં ચોરી, મોચિરાઈ સ્વામિનારાયણ મંદિરમાંથી પગલાં ચોરી તળાવમાં ફેંકાયા

મોચિરાઈ

મોચિરાઈ સ્વામિનારાયણ મંદિરમાંથી પગલાં ચોરી તળાવમાં ફેંકાયા

ભુજ તાલુકાના મોચિરાઇ ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં રહેલા ભગવાનના પગલાં ચોરી ગામના તળાવમાં ફેંકી દેવાયા હતા જે શનિવારે મળ્યા હતા.

    Kutch News: કચ્છમાં છેલ્લા બે અઠવાડિયાથી મંદિરોમાં ચોરીની (Theft in temple) ઘટના વધી છે. ધાર્મિક સ્થળ (Kutch religious places) પર ચોરી થતાં લોકોની ધાર્મિક લાગણીઓ (Religious sentiments) દુભાય છે અને તે કારણે આવી અસામાજિક ઘટનાઓથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. ત્યારે શુક્રવારે ફરી એક વખત ભુજ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan temple) ભગવાનના પગલાં ચોરાયા હતા. જો કે શનિવારે આ પગલાં ગામના તળાવમાંથી મળી આવ્યા હતા.

    શનિવારે ભુજ તાલુકાના મોચીરાઈ ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપિત કરાયેલા ભગવાન સ્વામિનારાયણના પગલાં ગુમ થયા હતા. પગલાં ગું થતાં મંદિરના સંતો અને ભાવિકો તેને શોધવા ભારે મહેનતે લાગ્યા હતા તો સાથે જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

    આ પણ વાંચો: ખેતીમાં નહીં થાય ડીઝલનો ઉપયોગ, સરકારે બનાવ્યો આવો પ્લાન!

    ભગવાનના પગલાં જે બાજોઠ પર મુકાયા હતા તે બાજોઠ મંદિર પાસે તૂટેલો મળ્યો હતો તો શનિવારે સવારે પગલાં પણ ગામના તળાવમાંથી મળી આવ્યા હતા. આ મુદ્દે વાત કરતા મંદિરના મહંતે જણાવ્યું હતું કે પગલાં સિવાય બીજી કોઈ વસ્તુ ચોરાઈ ન હતી અને તેમને કોઈ વ્યક્તિ વિશેષ પર શંકા નથી પણ આ કૃત્ય સ્વામિનારાયણ સંપ્રદાયને ત્યાંથી નષ્ટ કરવા માટે કરાયું હતું.

    આ પણ વાંચો: ડ્રાઇવિંગ સમયે ફોન પર વાત કરવી ગુનો નથી! પણ આ છે શરત, જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

    ઉલ્લેખનીય છે કે કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વાસ રાખ્યો એક મોટો વર્ગ આવેલો છે અને વર્ષોથી અહીં વિવિધ જગ્યાએ અનેક મંદિરો અને વાડીઓ આવેલી છે. ત્યારે ભુજ નજીક મચિરાઈ ગામે આ મંદિરમાં થયેલી ચોરીથી ફરી એક વખત લોકોમાં રોષ જાગ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં પાંચથી વધુ મંદિરોમાં ચોરીની ઘટના બની છે જેમાં લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના આભૂષણ ચોરાયા હતા. આ બધી ચોરીની ઘટનાઓમાં પણ હજુ પોલીસ આરોપીઓને પકડી શકી નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Kutch Crime, કચ્છ

    આગામી સમાચાર