રાજ્યમાં માત્ર અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત, જોઇ લો જિલ્લાવાર આંકડા

રાજ્યમાં માત્ર અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત, જોઇ લો જિલ્લાવાર આંકડા
રાજ્ય સરકારની વેબસાઇટમાંથી લીધેલી તસવીર

આજની આંકડાકિય માહિતી પ્રમાણે, રાજ્યનો એેક જ એવો જિલ્લો છે જ્યાં હજી સુધી કોરોના પહોંચી શક્યો નથી

 • Share this:
  અમરેલી: રાજ્યમાં (Gujarat) અને તેમાં પણ મહાનગરોમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યનો એેક જ એવો જિલ્લો છે જ્યાં હજી સુધી કોરોના પહોંચી શક્યો નથી. અમરેલી (Amreli) જિલ્લા સિવાય ગુજરાતનો એકપણ એવો જિલ્લો નથી જ્યાં કોરોનાનું સંક્રમણ બાકી ન હોય. રાજ્યમાં આશરે 48 દિવસથી કોરોનાએ આક્રમણ કર્યું છે, જેમાં મોટાભાગનાં જિલ્લાઓ સંક્રમિત બન્યા છે. જેમાં કોરોનાએ સૌથી વધુ અમદાવાદ જિલ્લામને ભરડામાં લીધું છે.

  આ જિલ્લાઓમાં એક ડિજીટમાં સંક્રમણ  ત્રણેક દિવસ પહેલા જુનાગઢ અને અમરેલી જિલ્લો કોરાના મુકત હતા. જુનાગઢ જિલ્લામા પણ બે પોઝીટીવ કેસ આવ્યા હતા. રાજ્યમાં હજી પણ અનેક જિલ્લામાં કોરોનાનો આંકડો સિંગલ ડિજીટમાં દેખાય છે. જેમાં ડાંગમાં 2, દ્વારકામાં 4, જૂનાગઢમાં 2, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 7, પોરબંદરમાં 3, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં 2, વલસાડમાં 6 કોરોનાનાં કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - સાવધાન: રાજ્યમાં કોરોનાના કુલ કેસના 49% કેસ છેલ્લા 10 દિવસમાં નોંધાયા

  અમરેલીમાં પોલીસે કેટલા ગુના નોંધ્યા?

  મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં લૉકડાઉનનું કડક પાલન પોલીસ લોકો પાસે કરાવી રહી છે. અહીં ગેરકાયદેસર રીતે અન્ય જિલ્લામાંથી લોકોના પ્રવેશ અટકાવવા માટે જુદા જુદા વિસ્તારમાં 38 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં 7 મેના રોજ એક જ દિવસમાં 19 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 125 લોકો લૉકડાઉનનું ભંગ કરતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેની સામે પોલીસે 78 ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ દિવસ દરમિયાન કારણ વગર માર્ગો પર લટાર મારવા નીકળેલા 66 લોકોના વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લામાં 19 લોકો લટાર મારતા, 5 વ્યક્તિ માસ્ક પહેર્યા વગર નીકળતા, 25 શખ્સ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા, 8 વેપારી દુકાન ખુલ્લી રાખતા, 54 લોકો ગેરકાયદેસર રીતે અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરતા, 7 વ્યક્તિ જાહેરમાં એકત્રીત થતા અને 7 લોકો હોમકોરોન્ટાઈન્સ હોવા છતાં પણ ઘરની બહાર નીકળતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે તેમની સામે 78 ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

  આ પણ જુઓ - 
  First published:May 09, 2020, 08:38 am