જંગલના રાજાને ડિસ્ટર્બ ન કરાય, સિંહનો મારણ કરતો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: November 23, 2018, 7:42 AM IST
જંગલના રાજાને ડિસ્ટર્બ ન કરાય, સિંહનો મારણ કરતો વીડિયો વાયરલ

  • Share this:
સિંહ સામાન્ય રીતે દુનિયાભરમાં જોવા મળે છે પરંતુ સિંહની એક ખાસ પ્રજાતી જે માત્ર ગીરમાં જ જોવા મળે છે, આ પ્રજાતીને એશિયાટીટ સિંહ તરીકે ઓળખવામાં આવે છે. ગીરમાં આમતો સિંહોની ખાસ દેખભાળ રાખવામાં આવે છે. ખાસ કરીને ગીરના લોકો પણ સિંહનું સન્માન કરે છે, આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઇ છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો WWEની લોહીયાળ ફાઇટ, જ્યારે વિરોધી રેસલરને માથામાં ફટકાર્યો પથ્થર

સિંહનો મારણ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અમરેલીના ધારીના ગીર પૂર્વનો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ગાડાકેડાના રસ્તા પર એક સિંહ શિકાર આરોગી રહ્યો છે.

એટલામાં આ રસ્તા પરથી દૂધ લઇને એક માલધારી આ રસ્તેથી પસાર થઇ રહ્યો છે. માલધારી ગીરનો જ રહેવાસી હોવાથી સારી રીતે જાણતો હતો કે અત્યારે સિંહને ડિસ્ટર્બ ન કરવું હીતવાહક છે. એટલે આ માલધારી પોતાનું વાહન થોડે દૂર રાખીને ઉભો રહી જાય છે. જો કે માલધારીને લાંબો સમય સુધી રાહ જોવી પડી હતી.

આમ તો સોશિયલ મીડિયા પર સિંહના અનેક વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે, પરંતુ મારણ કરતો વીડિયો આ વીડિયો ખૂબ જ વાયરલ બન્યો છે. લોકો આ વીડિયોને શેર અને કોમેન્ટ કરી રહ્યાં છે.
First published: November 22, 2018, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading