રાજાન ગઢિયા, અમરેલી: એક તરફ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલી જીલ્લાની એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ સંસ્કૃત વિષય પર પીએચડી કર્યું છે. જીહાં, એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ સંસ્કૃત પર પીએચડી કર્યું છે.
આ છે અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાનું છેવાડાનું ગામ ઈંગોરાળા. ડાંડ ઈંગોરાળા તરીકે ઓળખાતું આ નાનકડું ગામ આજે સમગ્ર રાજ્ય ની નજરમાં આવ્યું છે, અને તેનું કારણ છે આ ગામની એક મુસ્લિમ વિદ્યાર્થીની સલમાં કુરેશી. આપને જાણીને નવાઈ લાગશે કે, પોતાના પરંપરાગત પહેરવેશમાં કુરાન વાંચતી આ મુસ્લિમ યુવતીએ સંસ્કૃત પર પીએચડી કર્યું છે. એકદમ સામાન્ય પરિવારમાં જન્મેલી સલમાએ સંસ્કૃતમાં રહેલા જ્ઞાનને પ્રાધાન્ય આપીને તેના સઘન અભ્યાસ માટે ગામ છોડીને સમરસ હોસ્ટેલમાં રહીને વિજ્ઞાન ભાષા સંસ્કૃતમાં અઘ્યયન કરવાનું પસંદ કર્યું. તાજેતરમાં જ પદ્મભૂષણ ડો. કસ્તુરી રંગનની અઘ્યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રર વખત સંસ્કૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય નીતિના ડ્રાફટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે ન્યુઝ ૧૮ સાથે વાત કરતા સાલમાંએ જણાવ્યું હતું કે, શિક્ષણને ક્યારેય ધર્મ સાથે જોડવું જોઈએ નહિ. આ બાબતો વિદ્યાર્થીની રૂચી પર આધાર રાખે છે, અને એટલે જ સાલમાં કુરેશી જેટલી સહેલીથી ઉર્દુ બોલે છે તેટલી જ સહેલાઈથી સંસ્કૃત પણ બો લે છે.
જામનગર: પતિને સાળી સાથે જોઈ ગઈ પત્ની, તો પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સલમાં કુરેશી અત્યંત સામાન્ય પરિવારની દીકરી છે. તેમના અભ્યાસ માટે તેમણે જેટલી મહેનત કરી છે કદાચ તેનાથી વધારે મહેનત અને સંઘર્ષ તેમના પરિવારે કર્યો છે. કોલેજ સુધીનું ભણતર અમરેલી જીલ્લામાં પૂરું કાર્ય બાદ તેમણે ભાવનગરમાં એમ.એ. કર્યું અને તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનીવર્સીટી માંથી સંસ્કૃત વિષય પર પીએચડી કર્યું. તેમની આ સફર અંગે વાત કરતા સલમાના દાદા રહીમ ભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, ઈંગોરાળા ગામ એ કોમી એકતાની મિસાલ સમાન ગામ છે. સલમાને પીએચડી કરવા અને અભ્યાસ કરવા માટે ગામના આગેવાનો એ પણ ખુબ મદદ કરી હતી, અને એટલે જ કદાચ સલમા આ સિદ્ધિ હાસલ કરી શકી છે.
સલમા કુરેશીની આ સિદ્ધિના કારણે સમગ્ર ગામમાં ભારે ખુશીનો માહોલ છે. ગામમાં લોકો સતત અભિનંદન પાઠવવા સલમાના નાનકડા ઘેર જમાવડો કરતા રહે છે. આજ ગામના સરપંચ પણ સલમાની આ સિદ્ધિ થી ગૌરવની લાગણી અનુભવે છે, અને ઈંગોરાળા ગામની દીકરીએ પોતાના ગામનું નામ રાજ્ય ભારમાં રોશન કર્યું હોવાનું જણાવી રહ્યા છે.
સંસ્કૃત કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ વિશેષ વર્ગની ભાષા નથી. સંસ્કૃત પ્રાચીન સમયમાં સૌની હતી અને આજે પણ સંસ્કૃત ભાષા સૌની છે. એ મુસ્લિમ વિદ્યાર્થીની કુરેશી સલમાએ સંસ્કૃત માઘ્યમમાં પીએચ.ડી. કરીને સાબિત કરી બતાવ્યું છે. આજના યુવાનો ફરીથી સંસ્કૃત તરફ આકર્ષિત થાય તે માટે કુરેશી સલમા હવે સંસ્કૃત વિષયના પ્રોફેસર બનવા માંગે છે.