અમરેલી: ગામ લોકોએ માર મારતા દલિત યુવાનનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: May 16, 2018, 6:32 PM IST
અમરેલી: ગામ લોકોએ માર મારતા દલિત યુવાનનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
News18 Gujarati
Updated: May 16, 2018, 6:32 PM IST
અમરેલી: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દલિતો પર અત્યાચારના બનાવોમાં નોંધનીય વધારો છે. મહેસાણામાં સાંથણીની જમીન મુદ્દે આત્મવિલોપનથી લઇને ભાવનગરમાં ટીંબીમાં ઘોડી રાખવા જેવી બાબતે કરપીણ હત્યા જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, તેમાં ઉમેરો કરતી વધુ એક ઘટના રાજુલામાં બની છે. અહીં સમઢીયાળા ગામમાં એક દલિત યુવકને લોકો દ્વારા માર મારવાને કારણે ઘાયલ યુવકનું મોત થયું  હતું, નારાજ યુવકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની મનાઇ કરી હતી. ત્યારે ફરી એકવાર રાજ્યના દલિત લોકોમાં રોષની લાગણી પ્રવર્તિ છે.

ઘટનાની વિગત અનુસાર મૃતક દલિત યુવાન ટ્રકોની ચિઠ્ઠીઓ બનાવતો હતો. તેને કોઈ સ્થળ ન મળતા  દલિત યુવાન જેન્તીભાઈ મારું બજરંગ દાસ બાપાની મઢુલી પર બેસીને ચિઠ્ઠીઓ બનાવતો હતો. જેથી ગામ લોકોએ તેને દલિત હોવાથી ત્યાં બેસવાની  અનેક વખત ના પાડી હતી. તેમ છતાં આ દલિત યુવાન ત્યાં બેસીને ચીઠ્ઠીઓ લખતો હતો. જેથી રોષે ભરાયેલા લોકોએ તેના પર મરચું છાંટીને ધોકા અને પાઈપ વડે તેના પર હુમલો કર્યો હતો. જેમાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પીપાવાવ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકના પરિવારજનોએ હાલ આ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. અને સાથે જ પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહિં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહિં. ત્યારે પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर