જીવતાજીવ સમાધિ લેવાની વાત કરતો કાંતિલાલ માનસિક બીમાર છે : વિજ્ઞાનજાથા

News18 Gujarati
Updated: November 16, 2019, 11:50 AM IST
જીવતાજીવ સમાધિ લેવાની વાત કરતો કાંતિલાલ માનસિક બીમાર છે : વિજ્ઞાનજાથા
પીપળીયા ગામનાં કાંતિલાલ મુછડિયા

કાંતિલાલે જણાવ્યું કે, નવઘણ દાદાએ સપનામાં આવીને જીવતા સમાધિ લેવાનું કહ્યું છે.

  • Share this:
અંકિત પોપટ, મોરબી : મોરબીનાં પીપળીયા ગામનાં કાંતિલાલ મુછડિયાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. પીપળીયાના મુછડીયા કાંતિલાલ નામના વ્યક્તિએ જીવતાજીવ 28 નવેમ્બરનાં રોજ સમાધિ લેવાનો દાવો કર્યો છે. કાંતિલાલે જણાવ્યું કે, નવઘણ દાદાએ સપનામાં આવીને જીવતા સમાધિ લેવાનું કહ્યું છે. તેમની સામે વિજ્ઞાનજાથાનાં જયંત પંડ્યાએ દાવાને ફગાવી દીધો છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે, 'બે દિવસમાં કાંતિલાલનું સત્ય અમે ઉજાગર કરીશું.'

આ સમાધિનાં દાવા અંગે વિજ્ઞાનજાથાનાં જયંત પંડ્યાએ કહ્યું કે, 'ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો. કાંતિલાલની માનસિક સ્થિતિ સારી નથી. અમને ગ્રામજનોની કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે. મોરબી પોલીસને સાથે રાખી આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરીશું. વિજ્ઞાન જાથા લોકોને વિનંતી કરે છે કે આ પ્રકારનાં પાખંડથી દૂર રહે. તેમણે આગળ જણાવ્યું કે, કાંતિલાલની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા કાંતિલાલ આ પ્રકારનું પાંખડ રચતો હશે.'

આ પણ વાંચો : અંધશ્રદ્ધા! આ ભાઈએ કર્યો દાવો, 'હું માગશરી બીજ 28 નવેમ્બરે સવારે જીવતા સમાધી લઈશ'

પીપળીયા ગામનાં રહેવાસી મુછડીયા કાંતિલાલ અરજણભાઈએ જીવતા સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ આગામી તારીખ 28ના રોજ જીવતા સમાધી લેવાના હોવા અંગેનો પત્ર પણ તેમને લખ્યો છે. જીવતા સમાધિ લેવાનો દાવો કરનાર મુછડિયા કાંતિલાલ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, જામદુધઈ (આમરણ) ગામે 450 વર્ષ પૂર્વે નવઘણદાદા થઇ ગયા, જે હડકવા મટાડતા હોવાની માન્યતા છે. નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ તા. 28-11-19ને ગુરુવારના દિવસે જીવતા સમાધિ લેવા માંગતા હોવાનું પત્રમાં જણાવ્યું છે, જે અંગે પાંચ મિત્રોને પણ જણાવ્યું હોવાનું પત્રમાં તેમને જણાવ્યું છે.

 
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर