અમરેલી : ધો.10માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

અમરેલીનાં મોટાભંડારિયા ગામમાં ધોરણ 10માં ભણતી સગીરાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે.

News18 Gujarati
Updated: October 8, 2019, 4:22 PM IST
અમરેલી : ધો.10માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, કારણ અકબંધ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 8, 2019, 4:22 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : અમરેલીનાં મોટાભંડારિયા ગામમાં ધોરણ 10માં ભણતી સગીરાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જોકે, આ દુર્ઘટનાની પાછળ કોઇ જ કારણ હજી સામે આવ્યું નથી. આ સગીરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આ સગીરા અમરેલીનાં મોટા ભંડારિયા ગામે રહેતી હતી. ધો.10માં અભ્યાસ કરતી બીનલબેન સુરેશભાઈ સાથળી નામની 16 વર્ષની સગીરાએ પોતાના ઘરે જ ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. હજી સુધી આ અંતિમ પગલા પાછળ કોઇ જ કારણ સામે આવ્યું નથી. ઘરમાં આ વાતની જાણ થતાંની સાથે સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : ભીખ માંગનારી મહિલાના ઍકાઉન્ટમાંથી મળ્યા એટલા રૂપિયા કે બેંક ખાલી થઈ ગઈ!

પ્રાથમિક પૂછપરછમાં મૃતક બીનલબેન સાથળીનાં પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. આ સગીરા ધો.10માં અભ્યાસ કરતી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં પણ સગીરાનો આપઘાત

થોડા સમય પહેલા જામનગરની સગીરાએ પ્રેમપ્રકરણમાં ગળે ફાંસો ખાધો હતો. તે અંગેની વિગત પ્રમાણે જામનગરના હાપા નજીક રહેતી એક સગીરા છેલ્લા બે વર્ષથી પાડોશી સાથે પ્રેમમાં હતી પરંતુ તેના માતાપિતાએ ઉંમર ઓછી હોવાથી પછી લગ્ન કરાવી આપવાનું કહેતા તેણીને ખોટું લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હાપા નજીક દશામાંના મંદિર પાસે રહેતા કિશોરભાઈ નરશીભાઈ રાણોલિયા નામના વ્યક્તિની દીકરી જાગૃતિ રાણોલીયા ઉ.વર્ષ 17 છેલ્લા બે વર્ષથી તેના પડોશમાં રહેતા સંજયભાઈ ઉર્ફે ચકુ દિનેશભાઈ ડાભી સાથે પ્રેમ સબંધમાં હતી. તેના માતા પિતાએ જણાવ્યું હતું કે, તારી ઉંમર ઓછી છે, જયારે ઉમર થશે એટલે તારા લગ્ન કરાવી આપીશું. આ વાતનું જાગૃતિને ખોટું લાગી આવતા તેણીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
Loading...

 
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...