સાસુએ વહુને કહ્યું 'તારો દીકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો છે'

સાસુએ વહુને કહ્યું 'તારો દીકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો છે'
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લાના બગસરામાં જાહેરમાં સાસુએ વહુને તારો દિકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો હોવાનું કહેતા લાગી આવવાથી મહિલાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ અમરેલી જિલ્લાના બગસરામાં જાહેરમાં સાસુએ વહુને તારો દીકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો હોવાનું કહેતા લાગી આવવાથી મહિલાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી સાસુ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે બગસરામાં રહેતા જાનકી (નામ બદલ્યું છે) નામની પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ બગસરા અને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે. મહિલાએ પોલીસ સમક્ષ પોતાની આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે તે તેના પતિ અને સસરા એક સાથે રહે છે.  જ્યારે તેની સાસુ, નણંદ અને નણંદનો પતિ અલગ મકાનમાં રહે છે. પડોશીના ઘરે આવેલી તેની સાસુએ જાહેરમાં બધા સાંભળે એ રીતે તેની વહુને બે વર્ષનો દીકરો છે તે તેના પતિનો નહીં પણ પોતાના પતિનો અને વહુનો પતિ કામ માટે દિવસે બહાર જાય ત્યારે પોતાનો પતિ તેની સાથે સંબંધ બનાવતો હોવાનું કહેતા તે સાંભળી જવાના કારમે પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. તેની નણંદ અને તેનો પતિ પણ પરિણીતાને આવો વહેમ રાખીને ત્રાસ આપતા હતા.

  મહિલાને દવા પી લેતા તે પ્રથમ બગસરા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલીની ખાનીગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે મહિલાની ફરિયાદની સાસુ, નણંદ અને નણંદના પતિ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
  First published:May 31, 2019, 16:46 pm

  टॉप स्टोरीज