Home /News /kutchh-saurastra /ધારી : સંબંધીઓની સામે જ પ્રેમીયુગલે કૂવામાં લગાવી છલાંગ

ધારી : સંબંધીઓની સામે જ પ્રેમીયુગલે કૂવામાં લગાવી છલાંગ

પ્રતિકાત્મક તસવીર

પ્રેમલગ્ન કરવા માટે દાહોદથી નાસીને ધારીમાં રહેતા આદિવાસી પ્રેમી યુગલે સમાજ સાથે રહેવા નહીં દે એવા ડરથી એમના સ્વજનોની રૂબરમાં જ સજોડે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

  ન્યૂઝ18ગુજરાતીઃ પ્રેમલગ્ન કરવા માટે દાહોદથી નાસીને ધારીમાં રહેતા આદિવાસી પ્રેમી યુગલે સમાજ સાથે રહેવા નહીં દે એવા ડરથી એમના સ્વજનોની રૂબરમાં જ સજોડે કૂવામાંઝંપલાવી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને ગંભીર હાલતમાં કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. પણ બંનેના મોત નીપજ્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના વતની 27 વર્ષીય કલ્પેશ નાગજી બારૈયા તેમજ 20 વર્ષીય લક્ષ્મી મોહન રંગજીભાઈ એણના વતન દાહોદમાં હતા. ત્યારે બંને પરિચયમાં આવ્યા હતા. એ પછી પ્રેમના અંકુર ફૂટ્યા હતા.

  પણ બંન્ને અંતરાયો આવતા દાહોદથી નાસીને ધારીમાંસીમની વાડીએ આવીને રહેવા લાગ્યા હતા. બંને મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન એમના સગાઓએ ભાળ મળી હતી.

  આથી સગાઓ ધારી આવીને જે વાડીએ રહેતા હતા ત્યાં પહોંચ્યા હતા. તેમજ બંનેને અલગ કરવા પ્રયાસ કરવા લાગ્યા હતા. આથી બંનેને એમ લાગ્યું હતું કે, આ લોકો આ ભવમાં સાથે રહેવા નહીં દે અને જુદુ પડવું નથી. આથી અલગ થવાને બદલે મરી જવાનું પસંદ કરી લીધું હતું.

  આ પણ વાંચોઃ-ભુજઃ 14 વર્ષીય તરૂણી ઉપર દુષ્કર્મ, 4 માસનો ગર્ભ રહી ગયો

  બંનેએ સગાની રૂબરૂમાં જ અચાનક વાડીના કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જેના પગલે બંનેના મોત નીપજ્યા હતા. આમ પ્રેમની વેદી ઉપર બંનેએ પોતાના જીવની આહુતી આપી દીધી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Dhari, Love bird, Saurashtra, અમરેલી, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन