Home /News /kutchh-saurastra /

અમરેલીઃ ઘાયલ અવસ્થામાં જોવા મળી સિંહ બેલડી

અમરેલીઃ ઘાયલ અવસ્થામાં જોવા મળી સિંહ બેલડી

ઇજાગ્રસ્ત સિંહ

મળી રહેલી માહિતી પ્રમાણે દોલતી ગામની સીમમાં ફરી રહેલી આ સિંહ બેલડીના પગમાં ઈજા પહોંચી છે.

    અમરેલીના સાવરકુંડલામાંથી સિંહ પ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક સિંહની જોડી એટલે કે એક સિંહ અને સિંહણ ઘાયલ હાલતમાં નજરે પડ્યા છે. સાવરકુંડલાના દોલતી ગામમાં એક સિંહ અને સિંહણ ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે.

    પગના ભાગે ઇજાગ્રસ્ત

    મળી રહેલી માહિતી પ્રમાણે દોલતી ગામની સીમમાં ફરી રહેલી આ સિંહ બેલડીના પગમાં ઈજા પહોંચી છે. સિંહપ્રેમીઓનું માનવું છે કે સિંહના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તો સિંહણને પણ કોઈ ઈજા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સિંહણ એકદમ અશક્ત અવસ્થામાં લંગડાતા જોવા મળી છે.

    એક જ જગ્યાએ એક સાથે બે-બે સિંહ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા સિંહપ્રેમીઓએ આ અંગેની જાણ વન-વિભાગને કરી હતી. જોકે, વન વિભાગ આ ઘટના અંગે અંધારામાં હતો. તેમને આ અંગે કોઈ જાણકારી ન હતી. નેચર ફાઉન્ડેશન દ્વારા આ બંને સિંહોને પકડીને તેની યોગ્ય સારવાર કરવાની રજૂઆત કરવામાં આવી છે.

    મળતી માહિતી પ્રમાણે ગામલોકોએ આજથી 10-12 દિવસ પહેલા સિંહ બેલડીની ગંભીર હાલત વિશે વન-વિભાગનો જાણ કરી હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. ગામ લોકોને ડર છે કે ઈજાને કારણે સિંહ અને સિંહણના મોત થઈ શકે છે. ગામલોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે આ ખરેખર વન-વિભાગની બેદરકારીનો કેસ છે.

    ગીરના જંગલોમાં 650 સિંહ

    2017માં કરવામાં આવેલી સિંહોની વસતી ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં  650 જેટલા સિંહ-સિંહણો છે. 2015માં કરવામાં આવેલી વસતી ગણતરી બાદ તેની સંખ્યામાં 150નો વધારો થયો છે. આ 650 સિંહ-સિંહણમાં એકથી બે વર્ષ સુધીના 180 જેટલા સિંહબાળનો પણ સમાવેશ થાય છે. 2010માં કરવામાં આવેલી વસતી ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં સિંહની સંખ્યા 411 હતી.

    1995ની ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં સિંહની સંખ્યા ફક્ત 304 નોંધવામાં આવી હતી. જોકે, બાદમાં આ વાતને ગંભીરતાથી લઈને વર્ષ 2000માં સિંહને 'ખતરા'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં વન વિભાગ, સરકાર અને સિંહપ્રેમીઓના વિવિધ પ્રયાસોને લઈને ગીરના જંગલોમાં સિંહોની સંખ્યા સતત વધારો થયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Forest Department, Injured Lions, Savarkundala, Villager irk

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन