અમરેલી: બાબુઓની ગ્રાન્ટના પૈસે લીલાલહેર, લાખોની ગ્રાન્ટ અધિકારીઓએ કરી ચાંઉ

News18 Gujarati
Updated: April 21, 2018, 8:34 PM IST
અમરેલી: બાબુઓની ગ્રાન્ટના પૈસે લીલાલહેર, લાખોની ગ્રાન્ટ અધિકારીઓએ કરી ચાંઉ

  • Share this:
સરકારી ગ્રાન્ટના નામે લાખો રૂપિયાનો બાબુઓએ ભ્રષ્ટાચાર કરવાનો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. તળાવ ઉંડા કરવા માટે સરકારી ચોપડેથી લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજુર તો થઇ, પરંતુ અમરેલી જિલ્લાના બે ગામડા સુધી પુરેપુરા રૂપિયા પહોંચ્યા જ નહીં, અને સરકારી બાબુઓ લાખો રૂપિયા વાપરીને ગામડાના લોકો સાથે કરી ગયા વિકાસનો ખેલ.

અમરેલી જિલ્લામાં આવેલા નાના આંકડીયા ગામ. જ્યાં થયું છે લાખો રૂપિયાનું કૌભાંડ.. ન્યૂઝ 18ને હાથ લાગેલા દસ્તાવેજ સાક્ષી છે સરકારી અધિકારીઓની ઠાઠ શાહીના. ચોમાસામાં વધુ પાણી ભરાય અને તેનો ઉપયોગ સિંચાઇ અને ઘર વપરાશ માટે થાય તે હેતુથી વર્ષ 2015માં ગાંધીનગરની ગાદી પર બેસેલી મહાનુભાવોએ ગ્રાન્ટ મંજુર કરી, પરંતુ સરકારી બાબુઓને રોકડી કરવાનો એવો તો ચટાકો લાગ્યો કે ન પુછો વાત. તળાવને ઊંડુ કરવા માટે 16 લાખ 19 હજાર 150 રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. જેમાં લાલીયાવાડી કરવામાં આવી. અને અડધા કરતા પણ ઓછા રૂપિયાના ખર્ચો કરીને સરકારી ચોપડે કામ થઇ ગયાનું નોંધી લીધું.

રાજ્ય જમીન વિકાસ નિગમ અને પંચાયત દ્વારા તળાવને ઊંડુ કરવામાં તમામ નિયમો નેવે મુકવામાં આવ્યા, અને તળાવને ઊંડુ કરવાના બદલે માત્ર તળાવની પાળ પર માટી ચઢાવી દેવામાં આવી, અને તેના માટે પણ મોટાભાગની માટી તળાવની પાસે આવેલા સપાટ વિસ્તારમાંથી લેવાઇ. નવાઇની વાત તો એ છેકે ભ્રષ્ટાચારઓ આટલેથી ન અટક્યા. આક્ષેપ એ પણ થઇ રહ્યા છે કે તળવામાંથી નિકળેવી કાંપની જમીન ખેતરમાં ઠાલવવા માટે ગામના ખેડૂતો પાસેથી પણ રૂપિયાની રોકડી કરવામાં આવી.

અમરેલીના નાના આંકડીયા ગામની જેમ રીકડીયા ગામમાં પણ તળાવના ખોદકામની ગ્રાન્ટમાં ગોડાળો થયો હોવાનો પર્દાફાશ થયો છે. તળાવ કેટલું ઊંડુ કરવામાં આવ્યું છે તે સાફ જોઇ શકાય છે. માન્યામાં ભલે ન આવે, પરંતુ સરકારી તિજોરીને આ કામકાજ પાછળ આવ્યો છે રૂપિયા 17 લાખ 49 હજાર 362નો ખર્ચ.

બીજુ કોઇ નહીં, સરકારી તિજોરીને લાખોનો ચુનો અહિયા પણ સરકારી અધિકાઓએ જ લગાવ્યો છે. સરકારમાંથી તળાવ ઊંડુ કરવા માટે વર્ષ 2015માં 17 લાખ 49 હજાર 362 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. છતાં વહિવટી અધિકારીઓએ ગામના લોકો પાસે આ જ કામ માટે ફાળો ઉઘારાવ્યો. નવાઇની વાત છે કે ફાળા સ્વરૂપે લાખો રૂપિયા એકઠા થયા. છતાં તળાવની પાળ ઉંચી કરતી તેમજ તળાવમાં કેટલીક જગ્યાએ નાના નાના ખાડા ખોદીને સંતોષ માની લેવામાં આવ્યો.

અમારી ટીમે જ્યારે ગ્રાઉન્‍ડ ઝીરો પર તપાસ કરી ત્યારે માહિતી મળી કે બે ગામમાં મળીને 32 લાખ ઉપરાંતના ગોટાળાની ગામના લોકોને જ જાણ થતી, અને ગામના આ જ લોકોની અજાણતાનો ગેરલાભ સરકારી અધિકારીઓએ લીધો, અને લાખો રૂપિયા ચાઉ કરી ગયા.. ત્યારે આ તમામ કૌભાંડમાં યોગ્ય તપાસ થાય, અને બન્ને ગામોને તેમના હકના રૂપિયા મળે તે જરૂરી છે.સ્ટોરી - મયૂર માંકડીયા
First published: April 21, 2018, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading