Home /News /kutchh-saurastra /

Kutch: આજે પણ બન્નીના ગામોમાં લોકો નેસમાંથી મેલું પાણી પીવા મજબૂર, ગામમાં નળ તો છે પણ જળ નથી

Kutch: આજે પણ બન્નીના ગામોમાં લોકો નેસમાંથી મેલું પાણી પીવા મજબૂર, ગામમાં નળ તો છે પણ જળ નથી

ગામના

ગામના સીમાડામાં નેસ ખોદી તેમાંથી મેલું પાણી પીવે છે ગ્રામજનો

એક તરફ સરકાર નલ સે જલ યોજનાની સફળતાના પ્રચાર કરી રહી છે બીજી તરફ કચ્છના બન્ની વિસ્તારના ગામોમાં આજે પણ લોકોને કૂવા જેવા નેસ ખોદી તેમાંથી મેલું પાણી પીવા મજબૂર બન્યા છે

    Kutch: રણ પ્રદેશ (Desert Region) હોવાના કારણે ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છ જિલ્લાના (Kutch District) સરહદીય વિસ્તારોમાં પીવાના પાણીની (Kutch Water Problem) સમસ્યા વિકટ બની રહી છે. તો ખેતીવાડી ઉપરાંત પશુપાલન પર મોટા ભાગે નિર્ભર આ પ્રદેશમાં પાણીની તંગીના કારણે લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. તો ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર (Banni Region), જે પોતાના સફેદ રણ (White Desert) માટે જગવિખ્યાત છે, ત્યાં પણ અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે સાથે જ ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. તો આ વિસ્તારના લોકો દર ઉનાળાની જેમ કૂવા જેવા નેસ (Nes well) ખોદી તેમાંથી પાણી પીવા મજબૂર બને છે.

    દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. બન્ની વિસ્તારના ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે તો સાથે જ 6500 જેટલું પશુધન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે.

    તો ગામમાં પાઇપલાઇન મારફતે પૂરતું પાણી ન આવતું હોવાથી લોકોને ગામમાં કૂવા જેવા નેસ ખોદી તેમાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે. ગામમાં જમીનની સપાટીથી થોડું નીચે જ પાણી મળી આવતા લોકો આ નેસ ખોદી તેમાંથી પાણી ભરવા મજબુર બન્યા છે. તો આ નેસમાં પાણી એટલું ગંદુ હોય છે કે સામાન્યપણે લોકો આવા પાણીથી હાથ પણ ધોવાનું પસંદ ન કરે પણ આ લોકો આવું પાણી પીવા મજબૂર બન્યા છે.

    આ પણ વાંચો: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી

    ગામની મહિલાઓ ગામના સીમાડે આવેલા આ નેસ અને કુવામાંથી પાણી ભરીને પોતાના પરિવારોની તરસ પૂરી કરી રહ્યા છે. ધોમધમતા આકરા તાપમાં મહિલાઓ અને નાની નાની બાળકીઓને માથે પાણીની હેલ લઈ સીમાડાઓમાં રજળપાટ કરવું પડે છે.

    તો પોતાના અને પોતાના પશુઓનું જીવન નિર્વાહ કરવા અતિ આવશ્યક એવું પાણી પણ નસીબ ન થતું હોવાથી ગામના અનેક પરિવારોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.

    આ પણ વાંચો: 5 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરનાર વકીલે કર્યો આપઘાત, પરિણીતાએ કરી આત્મહત્યા

    ઉલ્લેખનીય છે કે જ્યારે એક જગ્યાએ સરકાર નલ સે જલ યોજનાની સફળતા માટે ભવ્ય કાર્યક્રમ યોજી રહી છે, પણ એક વાત તો સ્પષ્ટ છે કે કચ્છના આ સરહદીય ગામડાઓની અસલ પરિસ્થતિ એટલી સારી નથી જેવું ચિત્ર સરકાર પોતાના વિજ્ઞાપનો અને સરકારી કાર્યક્રમો દ્વારા દોરવા પ્રયત્ન કરી રહી છે. આ ગામડાઓમાં નળ તો લાગી ગયા છે પણ આ નલમાંથી જલ ભાગ્યે જ જોવા મળે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन