Home /News /kutchh-saurastra /

લાભ પાંચમ નિમિત્તે કચ્છની બજારોમાં વેપારીઓએ નવા વર્ષના વેપારની કાંટા પૂજન સાથે શરૂઆત કરી

લાભ પાંચમ નિમિત્તે કચ્છની બજારોમાં વેપારીઓએ નવા વર્ષના વેપારની કાંટા પૂજન સાથે શરૂઆત કરી

જથ્થાબંધ

જથ્થાબંધ બજાર ખાતે કાંટા પૂજન

Labh Pacham Muhurat: લાભ પાંચમના શુભ દિવસે કચ્છની મુખ્ય બજારોમાં વેપારીઓએ કાંટા પૂજન અને મગના વેંચાણ સાથે નવા વર્ષના વેપારની શરૂઆત કરી

    આજે લાભ પાંચમ એટલે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ ત્યારે કચ્છની બજારોમાં પણ વેપારીઓએ પારંપરિક રીતે નવા વર્ષે વેપારની શરૂઆત કરી હતી. ભુજની જથ્થાબંધ બજારમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે વેપારીઓએ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરી હતી. સાથે જ આજના દિવસે લગભગ રૂ. 4 કરોડના વેપારનું અનુમાન લગાવાયું હતું. ત્યારે જ ભુજની એપીએમસી માર્કેટ યાર્ડમાં પણ કાંટા પૂજન સાથે નવા વર્ષના વેપારની શરૂઆત કરાઈ હતી. આજના શુભ દિવસે યાર્ડ માર્કેટમાં એક હજાર મેટ્રિક ટનના ગોદામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
    First published:

    Tags: Kutch Samachar, Labh Pacham, Local News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन