Home /News /kutchh-saurastra /

13 વર્ષીય કચ્છી કિશોરી કોરિયન સહિત પાંચ ભાષાઓમાં ગાય છે અદભૂત ગીતો

13 વર્ષીય કચ્છી કિશોરી કોરિયન સહિત પાંચ ભાષાઓમાં ગાય છે અદભૂત ગીતો

13

13 વર્ષીય કેશ્વી

કચ્છના નખત્રાણા તાલુકાની 13 વર્ષીય કેશ્વીને બાળપણથી જ સંગીતનું શોખ હતું પણ અનેક લોકોએ શિખામણ આપી કે છોકરી પાછળ આટલી મહેનત ન કરાય પણ કેશ્વીના વાલીઓએ તેના સંગીત પાછળ ધ્યાન આપી આજે તેને કાબિલ બનાવી કે તે કોરિયન અને બંગાળી સહિત પાંચ ભાષાઓમાં ગીતો ગાય છે

વધુ જુઓ ...
  કચ્છ: આજના યુગની દીકરીઓ દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી સર્વે માટે પ્રેરણારૂપ બને છે. તો આજે પણ અનેક લોકો બે જાતિ વચ્ચે ભેદ કરવાનું ભૂલતા નથી. પણ કચ્છના નખત્રાણાના (Nakhatrana Kutch) એક દંપતીએ પોતાની દીકરીને પ્રોત્સાહન આપી સાબિત કર્યું છે કે જો દીકરીઓને યોગ્ય સમર્થન મળે તો સફળતાની અનેક શિખરો સર કરી શકે છે. બાળપણમાં પોતાની આસપાસના લોકોના મેણા ટોણા સાંભળ્યા વગર નખત્રાણાના દંપતીએ પોતાની દીકરીના સંગીતના રસને (Kutch Singers) પ્રોત્સાહન આપ્યું અને ત્યારે આજે આ 13 વર્ષીય કેશ્વી પાંચ ભાષાઓમાં 80 જેટલા ગીતો કંઠસ્થ (Multilingual Singer) ગાય છે.

  કચ્છના નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની 13 વર્ષીય કિશોરીએ અલગ અલગ પાંચ ભાષામાં ગીત ગાઈ અનોખી ઓળખ બનાવી છે. 13 વર્ષની ઉંમરે કેશ્વીને 80 ગીતો કંઠસ્થ છે. કેશ્વીએ ત્રણ વર્ષની ઉંમરથી જ ગીત ગાવાની શરૂઆત કરી હતી અને આ બાળ કલાકારને આજે 80 જેટલા ગીતો કંઠસ્થ છે. 13 વર્ષની કેશ્વી પટેલે 3 વર્ષની ઉંમરે તેમના જ્ઞાતિના પ્રોગ્રામમાં શ્યામ તેરી બંસી બજાયે ઘનશ્યામ ભજનથી પોતાની ગાયનની શરુઆત કરી હતી. અને ત્યાર બાદ કેશ્વીના માતા પિતાને જ્ઞાતિના લોકોએ તેમજ અન્ય સગા વ્હાલાઓએ કેશ્વીને સંગીત ક્ષેત્રે આગળ વધાવવા વાત કરી હતી.

  કેશ્વીને એના માતા પિતાએ સંગીત ગુરુ પાસે સંગીતના પાઠો શીખવાડયા હતા. આજે કેશ્વી આઠમા ધોરણ સુધી પાંચ ભાષાઓમાં ગીતો ગાઈને પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. સ્થાનિક સ્તરે યોજાતા દરેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં તે પોતાની ગાયકી રજૂ કરી લોકોની સરાહના પ્રાપ્ત કરી રહી છે.

  આ પણ વાંચો: અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા

  સંગીતની સાથે સાથે કેશ્વીને ચિત્રકામ, રમત ગમત, બ્યુટી પાર્લર, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ભરતનાટ્યમનો પણ શોખ હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું .કેશ્વીના પિતા હર્ષદ પટેલનો જન્મ કલકત્તામાં થયો હોવાથી બંગાળી ભાષા ગળથૂથીમાં મળતા આશા ભોંસલેએ જે ગીતને કંઠ આપ્યો છે તેવા બંગાળી ગીત ખૂબ જ સારી રીતે ગાઇ શકે છે.

  કેશ્વીની માતા લક્ષ્મીબેન પટેલે News18 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેશ્વીને ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી અને કોરીયન ભાષાના કુલ 80 જેટલા ગીતો કંઠસ્થ છે. આ માટે તેના મમ્મી લક્ષ્મીબેન પોતાની દીકરીને સંગીતના રિયાઝ માટે જરૂરી સાધન સુવિધાઓની સાથે ગાયન મહાવરા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. કેશ્વી ગાયન ક્ષેત્રની સાથે કેશ્વી સ્કેચ ચિત્ર તેમજ ભરતનાટ્યમનો પણ શોખ ધરાવે છે.

  આ પણ વાંચો: GST અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં ભરતી, આવી રીતે કરો અરજી

  ધંધાર્થે ભુવનેશ્વર સ્થાયી હોવાથી પ્રારંભિક શિક્ષણ ધોરણ 1 થી 4નું ભુવનેશ્વર ખાતે મેળવી ધોરણ 4 થી 8 નું શિક્ષણ નખત્રાણા ખાતે મેળવી રહી છે. 2018માં મધર ટેરેસા ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સમગ્ર ભારતમાં ચોથુ સ્થાન અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને કલા ક્ષેત્રે એક ઓલરાઉન્ડરની જેમ પોતાનું પદાર્પણ કર્યું છે.આ વિશે કેશ્વીનો પોતાનો અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીને દરરોજ દોઢ કલાક જેટલો સમય સંગીત મહાવરા માટે ફાળવે છે.

  કેશ્વીના પિતાએ News18 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંગીત માટે જે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે કેશ્વીને એને એના જન્મદિવસ પર ગિફ્ટ આપવામાં આવ્યું છે. આજના આ આધુનિક યુગમાં પણ અનેક લોકો એવા છે જે કંઈ રહ્યા હતા કે શું કરશો દીકરીને સંગીતમાં આગળ લઈ આવીને, દીકરી છે આને આમ ના કરાય પરંતુ હર્ષદભાઈએ તો દીકરો હોય કે દીકરી બન્ને એક સમાન એવું કહ્યું હતું.

  કેશ્વીના માતાપિતા તેને ભવિષ્યમાં ઈન્ડિયન આઈડોલમાં ભાગ લેતી જોવા માંગે છે. કેશ્વીના માતાપિતા પોતાની દીકરીની મનની ઈચ્છા અને ગાયન શોખને પૂર્ણ કરવા માટે પોતાનાથી બનતું તમામ સપોર્ટ કરી રહ્યા છે સાથે સાથે અન્ય લોકોને પણ તેમની દિકરીને સપોર્ટ કરવા માટે અપીલ કરી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, કચ્છ

  આગામી સમાચાર