Home /News /kutchh-saurastra /નારી ગૌરવ દિવસના ભાગરૂપે કચ્છની મહિલાઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો

નારી ગૌરવ દિવસના ભાગરૂપે કચ્છની મહિલાઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો

X
કચ્છ

કચ્છ નારી ગૌરવ દિવસની ઉજવણી

રાજ્ય સરકારને ૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આજે નારી ગૌરવ દિવસ સંદર્ભે મહિલાઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો.

રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સાથે કચ્છ (Kutch)  જિલ્લામાં પણ આજે નારી ગૌરવ દિવસ (Nari Gaurav Divas) સંદર્ભે મહિલાઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો. વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધવા વિવિધ મહિલા જૂથોને 1-1 લાખ રૂપિયાની કર્જમુક્ત લોન (Loan) આપવામાં આવી. તે સાથે જ ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત વિધવા બહેનોને પણ આર્થિક સહાય આપવામાં આવી અને વ્હાલી દીકરી યોજનાથી નાની બાળકીઓને લાભ અપાયું.
First published:

Tags: Kutch