ભુજઃ હાલમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya janata party) દ્વારા નમો એપ બનાવવામાં આવ્યું છે. અન્ય સોશિયલ મીડિયા (social media) જેવો આ એપ પક્ષના કાર્યકરો માટે ખાસ બનાવવામાં આવ્યું છે જેને કાર્યકરો પોતાની પ્રવૃત્તિઓ અને આયોજનોને પાર પાડવા વાપરી શકાશે. કચ્છ જિલ્લા ભાજપ (kutch jilla BJP) દ્વારા આજે નમો એપ માટે કાર્યશિબિર યોજાઇ હતી જેમાં આશરે 250 કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યશાળામાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.