વૃદ્ધાની પજવણીનો Video Viral થયો, 'ખજૂર ભાઈ' નીતિન જાની અમરેલીના ગામડે દોડી ગયા

નીતિન જાનીએ કહ્યું કોઈ પણ વૃદ્ધોને હેરાન કરે તો અમને જાણ કરો

સોશિયલ મીડિયામાં એક બાને માર મારતા હોવાનો વીડિયો સામે આવતા ગુજરાતના 'સોનુ સુદ' નીતિન જાની ચલાલા પાસેના ગામમાં ગયા જાણો શું છે મામલો

 • Share this:
  અમરેલી : રાજ્યમાં તૌકતે (Cyclone Tasukete) વાવાઝોડાએ વેરેલા વિનાશ પછી કલાકજગતમાંથી એક મસીહાનો જન્મ થયો છે. અમરેલી જિલ્લામાં ઉડતી મુલાકાતે આવેલા ખજૂર (Khajur bhai) ભાઈ એટલે કે નીતિન જાની (Nitin Jani) આજકાલ અમરેલી (Amreli) જિલ્લાના ખૂંદી રહ્યા છે. અહેવાલો મુજબ નીતિન જાનીએ આ વિસ્તારમાં 1.30 કરોડ રૂપિયા કરતાં વધારેની રકમ સ્વખર્ચે ખર્ચીને ગરીબોને મકાન બાંધી આપ્યા છે અન રાશન પાણી આપ્યા છે. લોકો તેમને ગુજરાતના 'સોનુ સુદ' કહેવા લાગ્યા છે ત્યારે ગુજરાતના આ સોનુ સુદે ફરી એકવાર સંવેદનશીલતાનો દાખલો આપ્યો છે. અમરેલીના ચલાલાના એક ગામમાં અશક્ત બાને માર મારતા હોવાનો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો હતો.

  આ વીડિયોમાં એક મહિલા એક વૃદ્ધાને મારવાની કોશિષ કરી રહી છે અને તેમને જમીન પર પટકી દીધા છે. આ વીડિયોની જાણ થતા નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ તેમની ટીમ સાથે ગામડે દોડી ગયા હતા. આ વીડિયોની પુષ્ટી થતા નીતિન જાની પાણિયાદેવ ગામે દોડી ગયા હતા.

  આ પણ વાંચો : અરવલ્લી : પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવ્યું 100 જણનું ધાડું, પિતા-પુત્રનું અપહરણ, માલપુરમાં હિજરત

  ત્યાં તેમણે વાયરલ વીડિયોમાં દેખાતી બનાવ વાળી જગ્યાની મુલાકાત લીધી હતી. જોકે, આ સમગ્ર વીડિયો તેમણે જાતે બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. નીતિન જાનીએ કહ્યું 'આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે કે કેટલાક દિવસોથી એક વૃદ્ધ માતાને હેરાન કરી રહ્યા હોય વીડિયો સામે આવ્યો છે. અમે ચલાલાના પાણિયાદેવ ગામે આવી પહોંચ્યા છીએ.'  આ પણ વાંચો : રાજકોટ : કિન્નરોનો વધતો જતો ત્રાસ, વધુ એક ટ્રાન્સજેન્ડરને નગ્ન કરી માર મારતો ઊતાર્યો Video

  નીતિન જાનીએ કહ્યું, 'અત્યારે તો આ લોકો જેલ ભેગા થઈ ગયા છે પરંતુ હું ગુજરાતના તમામ લોકોને કહું છું કે કોઈ વૃદ્ધોને હેરાન કરે તો મારો ઓફિશયલ નંબર આપું છું મને જાણ કરજો અમે એ લોકોની સહાયતા કરીશું.' આમ ગરીબો માટે પોતાનું સર્વ્સવ લૂંટાવી રહેલા નીતિન જાનીએ સેવાભાવનો એક નવો જ દાખલો રજૂ કર્યો હતો.
  Published by:Jay Mishra
  First published: