જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

મૃતક ચુવરાજસિંહ જાડેજા, આરોપીઓ ઈશ્વરસિંહ અને તેનો ભાઈ

ડિસમિસ પોલીસકર્મી ઈશ્વરસિંહ અને તેના ભાઈએ પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો કર્યો હતો, જુઓ હત્યાનો Live Video, આરોપીની ખતરનાક છે ક્રાઈમ કુંડળી

 • Share this:
  કિંજલ કારસરીયા જામનગર: જામનગર  (Jamnagar) ના ઠેબા ચોકડી પાસે રવિવારે સમી સાંજે સરાજાહેર યુવાનની હત્યા કરી નાસી છૂટેલા ડિસમિસ પોલીસ કર્મી  (Dismissed policeman) અને તેના ભાઈની જામનગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ચકચારી ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.  જામનગરના ઠેબા ચોકડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પમ્પ પાસેના ગોકુલ બ્રિજ નજીક ખુરશી પર બેઠેલા જામનગર માં રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામના યુવરાજસિંહ જાડેજા નામના ગરાસીયા યુવાનની રવિવારે હત્યા થઈ હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ (Murder CCTV) મીડિયામાં વાયરલ થયા હતા.

  રેતીના ધંધા સાથે સંકળાયેલા આ યુવાનની હત્યામા સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મી ઈશ્વરસિંહ સતુભા જાડેજા અને તેના ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા ને જામનગરના પોલીસ વડા દીપેન ભદ્રન, મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ ચૌધરી, પી.એસ.આઇ કિશોરસિંહ ગોહિલ અને બી.એમ. દેવમુરારી ની રાહબરી હેઠળ એલસીબીના અજયસિંહ ઝાલા તથા યોગરાજ સિંહ રાણા સહિતના એલસીબીના સ્ટાફે સણોસરા નજીક GJ-3-CR-4440 નંબરની એન્ડોવર કાર માંથી પસાર થતાં જ ઝડપી લીધા હતા.

  આ પણ વાંચો : જામનગર : લક્ઝૂરિયસ કારની ટક્કરે બાઇક સવાર ફૂટબોલની જેમ ફંગાળાયો, અકસ્માતનો CCTV Video થયો Viral

  આ પણ વાંચો : સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

  હત્યાના ગુનામાં ઝડપાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સતુભા જાડેજા સામે અગાઉ મારામારી, રાયોટિંગ અને જુગારના 7 જેટલા ગુના નોંધાયેલા છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે, રવિવારે સમી સાંજે જામનગરમાં ઠેબા ચોકડી પાસે યુવાનની ઘાતકી હત્યાની ઘટના ઘટી હતી. ધંધા ખાર ના કારણે ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈ દ્વારા જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.રેતીના ધંધા ખારમાં યુવાનની ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાશી ગયા હતા.  જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને રેતીના ધંધા સાથે સંકળાયેલા મૂળ ભાતેલ ગામના 26 વર્ષીય યુવાન યુવરાજસિંહ મહોબત સિંહ જાડેજા પર જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા અને મારામારી, ધાક-ધમકી સહિતના ગુનાઓને લઈને ડિસમિસ થઈ ગયેલા પોલીસ કર્મચારી કે જેની સામે સાત જેટલા ગુના નોંધાયેલા છે તેવા ઈશ્વરસિંહ સતૂભા જાડેજા દ્વારા અગાઉથી કાવતરું રચી ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા નિપજાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઠેર-ઠેર નાકાબંધી કરી હત્યારા ડિસમિસ પોલીસમેન અને તેના ભાઈની ની શોધખોળ આદરી હતી.

  આ પણ વાંચો : સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

  આ પણ વાંચો : સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

  આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

  રવિવારે સમી સાંજે જામનગર કાલાવડ હાઇવે પર ઠેબા ચોકડી નજીક હત્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી, અને આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત એલ.સી.બી, એસ.ઓ.જી અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

  મૃતક યુવરાજસિંહ જાડેજા અને આરોપી ઈશ્વર સિંહ જાડેજા કે જે બંને વચ્ચે રેતી ખનન મામલે ભાગીદારીમાં ધંધા પછી મન દુખ ચાલતું હતું. જેનો ખાર રાખીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું હતું.

  યુવરાજસિંહ જાડેજા રવિવારે સાંજે ઠેબા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક ગોકુલ વે-બ્રિજ પાસે એક ખુરશી પર બેઠો હતો, તે દરમિયાન જ ત્યાંGJ-10-DA-0056 નંબરની સ્વીફ્ટ કારમાં ડિસમિસ પોલીસ કર્મી કી ઈશ્વરસિંહ જાડેજા આવ્યો હતો અને સૌપ્રથમ ખુરશીમાં બેઠેલા યુવરાજસિંહને ઠોકરે લઈ ઉડાડી દીધો હતો.

  આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

  આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

  ત્યાર પછી કારમાંથી ઉતરી છરી વડે યુવરાજ સિંહના ગળાના ભાગે ઘા ઝીંક્યાં હતા.આ ઘટના બાદ ઈશ્વરસિંહ કારમાં બેસીને નાશી છૂટ્યો હતો. અને તેનો ભાઇ પણ ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા ખુદ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન બનાવના સ્થળે ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા. જ્યારે એલ.સી.બી એસ.ઓ.જી અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને પેટ્રોલ પંપના સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હતા. અને યુવરાજસિંહ નામના યુવાનની ઘાતકી હત્યા કરીને ફરાર થયેલા ડિસમીસ પોલીસમેન ઈશ્વરસિંહ જાડેજા અને તેના ભાઈને શોધવા માટે પોલીસની જુદી-જુદી ટિમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
  Published by:Jay Mishra
  First published: