જામનગર : મહિલાઓ જ ચલાવતી હતી કૂટણખાનું, બે પરિણીતા પાસે કરાવતી હતી દેહવેપાર

જામનગર પોલીસે મહિલાઓ સંચાલિત કૂટણખાનાનો પર્દાફાશ કર્યો

Jamnagar Sex Racket : પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનુ ચલાવનારી બે મહિલાઓ અને બે પુરુષો સહિત 4 શખ્સો ને અટકાયતમાં લીધા છે. આ કુટણખાના માંથી દરોડા દરમિયાન કોન્ડોમ અને રોકડ રકમ મળી આવતા પોલીસે કબજે કર્યા છે

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર : જામનગરના (Jamnagar)  યોગેશ્વરધામ (Yogeshwar Dham)  સોસાયટીમાં રંગીન મિજાજી લોકો માટે મહિલા (Women) દ્વારા શરીર સુખ માણવા (Sex Racket) માટે અલાયદા વ્યવસ્થા કરી અલગ અલગ વિસ્તારમાંથી રૂપલલનાઓ (Call Girls)  બોલાવી ભાડાના મકાનમાં ગોરખ ( ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડયા છે. જામનગરમાં યોગેશ્વર ધામ સોસાયટી વિસ્તારમાંથી મહિલા સંચાલિત (Women Operated Sex racket)  કુટણખાનું પકડાતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનુ ચલાવનારી બે મહિલાઓ અને બે પુરુષો સહિત 4 શખ્સો ને અટકાયતમાં લીધા છે. આ કુટણખાના માંથી દરોડા દરમિયાન કોન્ડોમ અને રોકડ રકમ મળી આવતા પોલીસે કબજે કર્યા છે. મહારાષ્ટ્ર અને જામનગરની બે યુવતીઓ મારફતે દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવતો હોવાનું દરોડામાં સામે આવ્યું હતું.

  જામનગરના SP દિપેન ભદ્રન અને શહેરના ASP નિતેષ પાંડેય ના માર્ગદર્શનમાં ctc ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ ગાધેની રાહબરીમાં PSI આર.એલ.ઓડેદરા એ મહિલા પી.એસ.આઇ તેમજ પોલીસ કાફલા સાથે રાખી ડમી માણસ મોકલી કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. કુટણખાનામાં થી ગુલઝાર ઉર્ફે પૂજા તેમજ નબીરા ઉર્ફે નરગીસ નામની બે મહિલા ઉપરાંત તેમાં મદદગારી કરનારા દેવભૂમિ દ્વારકાના સબીર રજાક ભાઈ બુખારી અને નદીમ ઇશાકભાઇ જુણેજા વગેરે ચારેયની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો : વડોદરા : સલાઉદ્દીને દુબઈથી આવેલા કરોડો રૂપિયા ધર્માંતરણ સહિતના 'ગોરખધંધા'માં વાપર્યા

  ભાડે મકાન રાખી મહિલાએ આદર્યો હતો ગોરખ ધંધો

  જામનગરમાં ખોડીયાર કોલોની પાસે આવેલા યોગેશ્વરધામ સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું પકડાયું છે, આ મકાન મહિલા દ્વારા ભાડે રાખી છેલ્લા કેટલાક દિવસથી ગોરખ ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. સતત રંગીન મિજાજીઓની અવર જવર ને લઈને સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા હતા. અને આ અંગેની પોલીસ મથક સુધી જાણ થતાં જ પોલીસે દરોડો પાડયો હતો અને ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.

  જામનગર પોલીસે પકડેલી આ મહિલાઓ ચલાવતી હતી કૂટણખાનું


  પોલીસે જ ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ

  પોલીસે જ ડમી ગ્રાહક મોકલાવ્યા પછી કુટણખાનું ચલાવનારી બે મહિલાઓ તથા બે પુરુષો સહિત 4ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી 3400 રૂપિયાની રોકડ રકમ, કોન્ડમ, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી છે.

  અન્ય રાજયોમાંથી જ રૂપલલનાઓ લાવવામાં આવતી હતી

  યોગેશ્વરધામ સોસાયટીમાં સમયાંતરે અલગ-અલગ રાજ્યોમાંથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી અહીં ચાલતા કુટણખાનામાં દરોડા દરમ્યાન મહારાષ્ટ્ર તેમજ જામનગરની બે યુવતીઓને હાજર રખાવી ને તેઓ પાસેથી દેહવિક્રયનો ધંધો ચલાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જે બન્ને મહિલાઓને સાક્ષી તરીકે રાખવામાં આવી છે.

  દેહવિક્રયના ધંધામાં આ ટોળકી હતી સક્રિય, આવી રીતે પોલીસે દરોડો પાડ્યો

  જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી નબીરા ઉર્ફે નરગીસ મકબુલ સુધાધૂનિયા નામની મહિલાના ભાડાના મકાનમાં જામનગરની ગુલઝારબેન ઉર્ફે પૂજા ઉર્ફે સમીરા મહેંદીમામદ અબવાણી નામની મહિલા કુટણખાનું ચલાવે છે, અને બહારથી સ્ત્રીઓને બોલાવી પુરુષ ગ્રાહકોને સંતોષવા માટેની વ્યવસ્થા કરી આપી પૈસા ઉઘરાવવામાં આવે છે.

  મહિલાઓને કૂટણખાનું ચલાવવામાં મદદગારીના આરોપમાં બે શખ્સો ઝડપાયા


  જે ચોક્કસ બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. એક પુરુષ ગ્રાહકને 500ના દરની બે ચલણી નોટો સાથે પોલીસે કૂટણખાનાના સંચાલક મહિલા પાસે મોકલ્યો હતો, અને તે રકમ ના માધ્યમથી રહેણાંક મકાનની અંદર હાજર રખાયેલી એક યુવતી સાથે દેહ વિક્રિય માટે વ્યવસ્થા કરી આપી હતી.જે દરમિયાન સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન નો મહિલા પી.એસ.આઈ. સહિતનો કાફલો કૂટણખાના ની અંદર પહોંચી ગયો હતો, અને કુટણખાનામાં થી ગુલઝાર ઉર્ફે પૂજા તેમજ નબીરા ઉર્ફે નરગીસ નામની બે મહિલા ઉપરાંત તેમાં મદદગારી કરનારા દેવભૂમિ દ્વારકાના સબીર રજાક ભાઈ બુખારી અને નદીમ ઇશાકભાઇ જુણેજા વગેરે ચારની અટકાયત કરી લેવામાં આવી છે.

  જેઓ પાસેથી ગ્રાહક દ્વારા મોકલાયેલી એક હજાર રૂપિયાની રકમ તેમજ અન્ય પુરુષ ગ્રાહકો પાસેથી મેળવેલી રકમ બે નંગ કોન્ડોમ ઉપરાંત ચાર નંગ મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા.

  આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

  આ ઉપરાંત આ દરોડા સમયે કુટણખાનામાં એક જામનગરની પરિણીતા તેમજ મહારાષ્ટ્રથી આવેલી એક પરિણીત યુવતી મળી આવી હતી, જે બન્ને યુવતીઓને અન્યપુરુષ ગ્રાહકો સાથે શરીર સંબંધ બાંધવા માટે રાખવામાં આવી હતી, અને પુરુષ ગ્રાહકો પાસેથી મેળવેલી રકમ નો અમુક હિસ્સો તેઓને અપાતો હોવાનું જણાવ્યું હતું.

  જેથી પોલીસે બંને મહિલાઓને સાક્ષી તરીકે રાખી છે. છેલ્લા કેટલાક દિવસથી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડાને લઇને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી, અને દરોડા સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
  Published by:Jay Mishra
  First published: