અમરેલી : વરઘોડામાં ઘોડીનાં મોતનો લાઇવ વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: January 28, 2019, 1:22 PM IST
અમરેલી : વરઘોડામાં ઘોડીનાં મોતનો લાઇવ વીડિયો વાયરલ
વાયરલ થયેલો વીડિયોનો સ્ક્રિનશોટ

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો તા. 21 જાન્યુઆરી, 2019નો હોવાનું માલુમ પડ્યું છે.

  • Share this:
રાજન ગઢીયા : વરઘોડા દરમિયાન ઘોડીએ તોફાન કરતા વરરાજા કે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળતા હોય છે. પરંતુ અમરેલીમાં વરઘોડા દરમિયાન ઈજાગ્રસ્ત થતાં ઘોડીનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે.

મળતી માહિતી પ્રમાણે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો તા. 21 જાન્યુઆરી, 2019નો હોવાનું માલુમ પડ્યું છે.

બનાવની વિગત એવી છે કે અમરેલીમાં વરઘોડા દરમિયાન એક ઘોડી અચાનક કૂદી હતી. કૂદ્યા બાદ ઘોડીએ બેલેન્સ ગુમાવ્યું હતું અને તેના અસવાર સાથે નીચે પટકાઈ હતી. આ દરમિયાન ઘોડીનું માથું દીવાલ સાથે અથડાયું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘોડી નીચે પડી ગયા બાદ તેનો અસવાર તેને ઉભી કરવાનો પ્રયાસ કરે છે. બીજા એક બે લોકો પણ ઘોડીને ઉભી કરવા માટે પ્રયાસ કરે છે, પરંતુ ઈજાને કારણે ઘોડી ઉભી નથી થતી. મળતી માહિતી પ્રમાણે ઘોડીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘોડી પર વરરાજા સવાર છે. જ્યારે બે ઘોડેસવાર તેની આસપાસ ઘોડીને ડાન્સ કરાવી રહ્યા છે. આ દરમિયાન એક ઘોડી અચાનક કૂદકો મારે છે અને નીચે પડી જાય છે. આ દરમિયાન ઘોડીને માથમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થઈ જાય છે.
First published: January 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading