લાઠી : ખાનગી સ્કૂલોની બોલબાલા વચ્ચે ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ માટે લાગી લાઇનો!

સ્કૂલ ખાતે વહેલી સવારથી જ લાઇનો લાગી હતી.

અમરેલીના લાઠી ખાતે આવેલી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલમાં તા. 6ઠ્ઠી મેના રોજ ધોરણ-9માં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે.

 • Share this:
  રાજન ગઢીયા, અમરેલી : એક તરફ વાલીઓ પોતાના બાળકોને સારામાં સારી ખાનગી સ્કૂલોમાં ભણાવવા માટે દોડી લગાવી રહ્યા છે, ત્યારે લાઠીમાં એક સરકારી સ્કૂલ (શ્રીમતી રળીયાતબેન રૂડાભાઈ ધોળકિયા સમારક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત)માં એડ્મિશન લેવા માટે વાલીઓએ લાઇનો લગાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લાખો રૂપિયા ખંખેરી લેતી ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોના પ્રવેશ માટે પડાપડી કરતા વાલીઓ કોઈ સરકારી સ્કૂલમાં પોતાના સંતોનોના પ્રવેશ માટે પડાપડી કરે ત્યારે ચોક્કસ નવાઇ લાગે!

  વાત એમ છે કે અમરેલીના લાઠી ખાતે આવેલી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલમાં તા. 6ઠ્ઠી મેના રોજ ધોરણ-9માં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે. આ વર્ષે હાઇસ્કૂલમાં ફક્ત 300 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે. જોકે, સ્કૂલ ખાતે 300ની જગ્યા સામે 600 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પહોંચી ગયા હતા. હાઇસ્કૂલ ખાતે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ લાઇનો લગાવી દીધી હતી. સ્કૂલના આચાર્યના કહેવા પ્રમાણે અમે સરકાર પાસે વધારે ક્લાસ ફાળવવાની માંગણી કરી છે, જેનાથી વધારે વિદ્યાર્થીઓને લાભ આપી શકાય.  આ બાબતે શાળાના આચાર્ય એમ.પી.રામાણીએ જણાવ્યું કે, "તા. છઠ્ઠી મેના રોજ ધોરણ-9માં એડમિશન આપવાનું શરૂ કર્યું છે. દરેક લોકોને અપેક્ષા હોય છે કે મારે મારા બાળકને કલાપીમાં ભણાવવું છે. આ માટે આગલા દિવસની રાતથી જ લોકો લાઇનમાં ઉભા રહેતા હોય છે. અમે વેહલા તે પહેલાના ધોરણ પ્રવેશ આપીએ છીએ. દર વર્ષે અમે ક્લાસ વધારવા માટેની દરખાસ્ત પણ મૂકીએ છીએ. પરંતુ ટેક્નિકલ કારણોને લીધે સરકાર વધારાના વર્ગ માટે મંજૂરી આપતી નથી. અહીં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે તેવા અમારા પ્રયાસો રહે છે."

  Published by:Vinod Zankhaliya
  First published: