ખાંભામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાતણીયામાં મકાન ધરાશાયી

News18 Gujarati
Updated: September 8, 2019, 9:50 PM IST
ખાંભામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાતણીયામાં મકાન ધરાશાયી
ધરાશાયી મકાનની તસવીર

વહેલી સવારે અંદાજીત અઢી કલાકમાં અહી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે.

  • Share this:
રાજન ગઢિયા, અમરેલી: અમરેલી જીલ્લાના ખંભા પંથકમાં રવિવારે વહેલી સવારથી જ જાણે કે બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાતા સમગ્ર પંથક જળ બંબાકાર થઇ ગયો હતો.ખાસ કરીને ખાંભાના તાતણીયા ગામે તો વરસાદે તબાહી લાવી દીધી હતી. રવિવારે વહેલી સવારે જયારે ગ્રામજનો મીઠી ઊંઘ માની રહ્યા હતા ત્યારે જ મેઘરાજાએ અહી રોઉદ્ર સ્વરૂપે એન્ટ્રી કરી અને આખા ગામને જાણે કે ખેદન મેદાન કરી નાખ્યું હતું વહેલી સવારે અંદાજીત અઢી કલાકમાં અહી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. આ પાણી નું રૌદ્ર સવારૂપ એટલી હદે હતું કે ગામની શેરીઓમાં પણ પાણી ફરી વળ્યા હતા. અહીના લોકોએ જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષનો રેકોર્ડ આ વરસાદે તોડ્યો છે.

સ્ટેટ હાઇવે સહિત અનેક રોડ રસ્તાઓ થયા બંધ
અમરેલી જીલ્લાના ખંભા પંથકમાં આજે વહેલી સવારથી જ અતિભારે વરસાદ શરુ થતા સમગ્ર પંથક જળ બમ્બકાર થઇ ગયો છે. ખંભામાંથી પસાર થતી ધાતરવડી નદી બે કાંઠે વહેતી થઇ હતી તો ગીર પંથકમાં ભારે વરસાદના કારને અને ક રોડ રસ્તા બંધ થઇ ગયા હતા.. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર છેલા પાંચ વર્ષમાં આવો ભારે વરસાદ તેમણે જોયા નથી..સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું હોવાનાનો અંદાજ છે.

તાતણીયામાં મકાન ઘરાશાયી, ત્રણ પરિવાર નોંધારા બન્યા
રવિવારે સવારે ખાંભા તાલુકાના તાતણીયા ગામના ૩ પરિવાર પર વરસાદની સાથે આફત પણ આકાશ માંથી વરસી હતી..આ વિસ્તારમાં અચાનક ૧૦ ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા ૩ પરિવારોએ પોતાનો આશરો ગુમાયો અને હાલ તેઓ રસ્તા પર આવી ગયા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ડોંડી નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી એક ડૂબ્યો, શોધખોળ ચાલુંતાતણીયા ગામમાં વહેલી સવારથી શરુ થયેલા અતિભારે વરસાદના કારણે જયશ્રીબેન પોતાના પતિ અને બે બાળકો સાથે પોતાના ઘર માં જ બેઠા હતા. ત્યારે સવારે સાડા આંઠ વાગ્યા આસપાસ અચાનક તેમનું મકાન જ ધરાશયી થઇ ગયું હતું. પોતાના બાળકો અને પતિ ને લઇ ને ભારે મુશ્કેલી સાથે તેઓ દોડીને ઘરની બહાર નીલી શક્ય હતા.

જોકે તેઓ પોતાનો જીવ બચાવવામાં સફળ થયા પરંતુ પોતાનું આ મકાન તેઓ બચાવી શક્યા નહિ. કુદરતે તેના પર એવો કહેર વરસાવ્યો કે ખેત મજુરી કરીને પેટીયું રળતો આ પરિવાર એકાએક રસ્તા પર આવી ગયો..
First published: September 8, 2019, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading