સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન! આગામી 24 કલાકમાં વધશે ગરમી

પ્રતિકાત્મક તસવીર

શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી હતો તો સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્ય સહિત દેશમાં છેલ્લા બે દિવસથી ગરમીનું સામ્રાજ્ય વધ્યું છે. લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી હતો તો સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કાળઝાળ ગરમી છે. જેના કારણે માણસોની સાથે સાથે પશુ પક્ષીઓની પણ હાલત કફોડી બની છે. તંત્રએ આગાહી કરતાં કહ્યું છે કે સોરાષ્ટ્માં આગામી 24 કલાકમાં ગરમી હજી વધારે લાગશે. અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમી વધવાની શક્યતા છે. વધતા તાપમાન તેમજ ગરમીના પગલે આરોગ્ય તંત્રએ પણ લોકોને તાકીદ કરવાની સાથે બપોરના 12થી 4 સુધી બહાર ન નીકળવા તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.

    આ પણ વાંચો : સુરત : કલાકોની તપાસ છતાં 8 પોલીસકર્મી નથી ઝડપાયા, આરોપીનું મોત

    જૂન મહિનાની શરૂઆતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ

    રાજ્યમાં જૂન મહિનાની શરૂઆતમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતાં પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યના અનેક શહેરમાં ગરમીનો કેર જારી રહેતાં જનજીવન પ્રભાવિત થયું હતું. બપોરનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ બન્યા હતાં. ગઇકાલે રાજ્યમાં ગરમીએ માઝા મુકી હતી ત્યારે ડીસામાં 42.8, ગાંધીનગરમાં 44.5, વડોદરામાં 41, સુરત અને ભાવનગરમાં 40, રાજકોટમાં 44.5 જ્યારે સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    આ પણ વાંચો : પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ધરખમ વધારો, વાલીઓનાં હાલ થયા બેહાલ

    રાજસ્થાનના ગંગાનગરમાં દેશનું સૌથી વધુ તાપમાન

    દેશનો બે તૃતિયાંશ ભાગ લૂની ઝપેટમાં છે. શનિવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હી, લખનઉ, જયપુર, હૈદરાબાદ અને ચંદીગઢ સહિત 145 શહેરોમાં પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સરેરાશ તાપમાન 5થી 7 ડિગ્રી વધુ રહ્યું. રાજસ્થાનના ગંગાનગરમાં 49.6 ડિગ્રીથી વધુ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સતત બીજા દિવસે દેશમાં સૌથી વધુ તાપમાન છે. દિલ્હીમાં તાપમાન 46.6 ડિગ્રી રહ્યું. તે સામાન્યથી 6 ડિગ્રી વધુ છે. દેશમાં લૂ અંગે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને ઘરમાં રહેવાની ભલામણ કરી છે.
    First published: