ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન વાવાઝોડું 'ઓખી' પણ ગુજરાત તરફ આવી ગયું છે. જેના કારણે ચૂંટણીના પ્રચાર પર અસર પડી રહી છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહની મંગળવારે આજે થનારી રાજુલા,મહુવા અને શિહોરમાં સભાઓ રદ કરી દીધી છે.
ઓખી વાવાઝોડાને કારણે ત્યાં વરસાદ અને ઠંડી હવાઓ ચાલી રહી છે જેના કારણે તે વિસ્તારમાં હેલિકોપ્ટર ઉતારવું મુશ્કેલ છે. આ કારણે આ સભાઓ રદ કરવામાં આવી છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંઘરા રાજેની પણ સભાઓ રદ્દ કરવામાં આવી છે. તેઓ મજૂરા,સુરતમાં રેલી સંબોધિત કરવાના હતાં.
તમને જણાવી દઈએ કે ગુજરાતના પહેલા ચરણ માટે 9 ડિસેમ્બરના રોજ વોટીંગ થશે. જેનો અર્થ એ થાય છે કે 7 ડિસેમ્બરના રોજ પ્રચાર બંધ થઈ જશે. પ્રચાર માટે હવે બે દિવસ બાકી છે ત્યારે આજે અમિત શાહની સભાઓને અસર થયું છે.
ગુજરાતમાં 'ઓખી'ની અસર
અરબી સમુદ્રમાં ઉઠેલું 'ઓખી' વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી 610 કિલોમીટર જ દૂર છે. વાવાઝોડું આજે મધ્ય રાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. વાવાઝોડાને પગલે સોમવારે સાંજથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી અને ક્યાંક રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને પગલે વાપી, વલસાડ, સુરત, સોમનાથ, તાપી, ડાંગ ભાવનગર સહિત જિલ્લામાં વરસાદની આગાહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર