પરેશ ધાનાણીની કરાઇ અટકાયત, અમરેલીમાં કોરોના ચકાસણીની લેબ બને તે માંગ સાથે બેઠા હતા ધરણા પર

પરેશ ધાનાણીની કરાઇ અટકાયત, અમરેલીમાં કોરોના ચકાસણીની લેબ બને તે માંગ સાથે બેઠા હતા ધરણા પર
હાલ તેમને અમરેલી સીટિ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યાં છે.

હાલ તેમને અમરેલી સીટિ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યાં છે.

 • Share this:
  અમરેલી : વિપક્ષ નેતા પરેશ ધાનાણી  (Paresh Dhanani) અમરેલીમાં (Amreli) આરોગ્ય સેવાની માંગ સાથે ધરણા પર બેસવાના હતા. ત્યારે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પરેશ ધાનાણીની માંગ છે  કે, અમરેલીમાં કોરોના ચકાસણી માટેની  લેબ (Corona testing lab) શરૂ કરવામાં આવે. હાલ પરેશ ધાનાણીની અટકાયત કરીને અમરેલી સીટિ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યાં છે.

  'અમરેલીનાં લોકો હવે થરથર કાંપી રહ્યાં છે'  પોલીસે વિપક્ષ નેતાને પહેલા ઘરણા પરથી ઉઠી જવાનું કહ્યું પરંતુ તે ન ઉઠ્યા. જે બાદ પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ટીંગાટોળી કરીને વેનમાં બેસાડવામાં આવ્યાં. તે દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું કે, વૈશ્વિક મહામારીના સમયમાં અમરેલીનાં લોકો ટપોટપ મરી રહ્યાં છ પરંતુ કોરોનાની ચકાસણી નથી થતી. લોકોને કોરોનાની ચકાસણી કરાવવા માટે છેક ભાવનગર જવું પડે છે. અમરેલીનાં લોકો હવે થરથર કાંપી રહ્યાં છે. સુરતથી હવે પેશન્ટો આવી રહ્યા છે.  'અંગ્રેજો કરતા પણ બદતર હાલ આ સરકાર'

  ટીંગાટોળી કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, અંગ્રેજો કરતા પણ બદતર હાલ આ સરકાર છે. કોરોનાના કેસ વધતા જાય ત્યારે સરકારે અમરેલીમાં પણ લેબ આપવી જોઇએ. આ અંગે મેં સરકારમાં પણ રજૂઆત કરી છે. પરંતુ સરકાર તરફથી યોગ્ય જવાબ નહીં મળતા પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે. આ લોકશાહીનો દેશ છે. કોઇ પણ વ્યક્તિ વિરોધ કરી શકે છે.

  આ પણ જુઓ - વરસાદ બંધ થયાનાં પાંચમા દિવસે પણ દ્વારકા અને નાગેશ્વર પાણીમાં, જોઇ લો તારાજીની તસવીરો

  આ પહેલા પણ ધાનાણીએ કહ્યું હતું કે, સરકાર આરોગ્યલક્ષી માગણીઓને ત્વરિત ધોરણે સ્વીકારે. અમરેલીમાં કોરોના અંગે આધુનિક લેબ ઊભી કરવામાં આવે. ઉપરાંત, RTOCR અને અન્ય સાધનોથી સજ્જ લેબ ઉભી કરવામાં આવે. આ સિવાય જિલ્લામાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે. જો આ માંગણીઓ જલદી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતનું આદોલન કરવામાં આવશે. આ સાથે પરેશ ધાનાણીએ અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં કોવિડ હોસ્પિટલ અને 500 બેડની આઈસોલેટેડ, વેન્ટીલેટરની સુવિધાવાળી હોસ્પિટલ બનાવાની માગ કરી છે.

  આ પણ જુઓ - સુરત : પ્રકાશ કાનાણીની અટકાયત, કર્ફ્યૂ ભંગની ફરિયાદ, સુનિતા યાદવ સામે તપાસના આદેશ
  Published by:Kaushal Pancholi
  First published:July 12, 2020, 14:40 pm

  टॉप स्टोरीज