હું દક્ષિણનો ગુંડો છું તમારૂ કોઇ નહીં સાંભળે, કહી શિક્ષક વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 1:14 PM IST
હું દક્ષિણનો ગુંડો છું તમારૂ કોઇ નહીં સાંભળે, કહી શિક્ષક વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો
શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી શિક્ષકે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ઉગ્ર બન્યો છે, શરૂઆતમાં આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો જોકે ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ ઘટનાને ઉજાગર કરાતાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 1:14 PM IST
અમરેલી #શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી શિક્ષકે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ઉગ્ર બન્યો છે, શરૂઆતમાં આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો જોકે ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ ઘટનાને ઉજાગર કરાતાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનાર આ ઘટના અમેરિલા જિલ્લાના લાઠીની છે. શ્રી આર આર ધોળકીયા ટ્રસ્ટ સંચાલિત શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલ, લાઠીમાં બાયોલોજી વિષ ભણાવતા શિક્ષક રાજેશ ચાવડાએ શિક્ષણને ન છાજે એવું કારસ્તાન કર્યું છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી હું દક્ષિણનો ગુડો છું, તમારૂ કોઇ સાંભળશે નહીં એવો રોફ બતાવી આ શિક્ષકે 10 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. શરૂઆતમાં તો આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસને પણ રજુઆત કરાઇ હતી છતાં કોઇ ફરિયાદ લેવાઇ ન હતી. જોકે બાદમાં આ મામલો બહાર આવતાં ટ્રસ્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે અને પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કડક કાર્યવાહી થશે : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે કહ્યું કે, અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. કાયદાની અંદર રહીને શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ફરીવાર કોઇ આવું કરતાં પહેલા વિચારે.

 
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर