Home /News /kutchh-saurastra /

દલખાણીયા રેન્જમાં શરૂ થયુ વિશેષ અભિયાન: 'રોગમુક્ત સિંહો-એનીમિયા મુક્ત મહિલાઓ'

દલખાણીયા રેન્જમાં શરૂ થયુ વિશેષ અભિયાન: 'રોગમુક્ત સિંહો-એનીમિયા મુક્ત મહિલાઓ'

કેમ્પમાં મહિલાનું નિદાન અને સારવાર થઇ રહી છે.

દલખાણીયા રેન્જમાં મહિલાઓનાં એનીમિયા રોગનાં નિદાન અને સારવાર માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. વન વિભાગ અને રાજકોટ સ્થિત બી.ટી સવાણી કિડની હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે ‘હિમોગ્લોબિન-નિદાન અને સારવાર કેમ્પ-નું આયોજન કરવામાં આવ્યુ.

વધુ જુઓ ...
    ગીર અભ્યારણ્યનાં ધારી ( ગીર પૂર્વ) વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા રેન્જમાં મહિલાઓનાં એનીમિયા રોગનાં નિદાન અને સારવાર માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. વન વિભાગ અને રાજકોટ સ્થિત બી.ટી સવાણી કિડની હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે ‘હિમોગ્લોબિન-નિદાન અને સારવાર કેમ્પ-નું આયોજન કરવામાં આવ્યુ.

    આ કેમ્પમાં દલખાણીયા, ક્રાંગસા, સેમરડી, સુખપુર અને ગોવિંદપુર ગામની મહિલાઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. મહિલાઓને આ કેમ્પ સુંધી લાવવા અને પાછા મુકવા માટે વન વિભાગે વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. આ  કેમ્પમાં 400થી વધુ મહિલોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

    મુખ્ય વન વનસંરક્ષક (જૂનાગઢ-વન્ય પ્રાણી વર્તૃળ) ડી.ટી વસાવડા અને નાયબ વનસંરક્ષક (ધારી)પી. પુરુષોતમાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

    આ અભિયાનને ‘રોગ મુક્ત સિંહો-એનીમિયા મુક્ત મહિલાઓ’ એવું નામ આપવામાં આવ્યું છે. એનીમિયા (પાંડુરોગ)થી પિડાતી મહિલામાં લોહીનાં ટકા ઓછા હોવાથી તેમને કેટલીક બિમારીઓ સામનો કરવો પડે છે અને ખાસ કરીને પ્રસૂતિ સમયે જો લોહીનાં ટકા ઓછા હોય એટલે કે મહિલા એનિમિયાથી પિડાતી હોય તો તેનાં જીવને જોખમ પણ આવી શકે છે.

    નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં 14 થી 49 વર્ષની મહિલાઓમાં 54.9 ટકા મહિલાઓ આ રોગ એટલે કે એનીમિયાથી પિડાય છે. સમગ્રે દેશમાં જોઇએ તો, દેશની 53 ટકા મહિલાઓ અનિમીયા એટલે કે પાંડુરોગથી પિડાય છે.

    એનીમિયાની આ સ્થિતિ વચ્ચે વન વિભાગે એક નવતર અભિગમ દાખવી, દલખાણીયા રેન્જમાં આવેલા અને જંગલ વિસ્તારની આસપાસનાં ગામડાઓની મહિલાનાં આરોગ્યની ચકાસણી થાય અને તેમને સારવાર મળે તે આશયથી આ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વન વિભાગની સાથે સાથે દલખાણીયાની શાળાનાં શિક્ષકો, આશા વર્કર બહેનો અને આરોગ્ય વિભાગનાં કર્મચારીઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

    તજજ્ઞો કહે છે કે, એનીમિયા એક એવી સ્થિતિ છે જે લાલ રક્ત કોષોની સંખ્યા કે હિમોગ્લોબિનનું એકત્રિકરણ ઘટે ત્યારે ઉભી થતી હોય છે. આ રોગનું સમયસર નિદાન અને સારવાર દિકરીઓ અને મહિલાઓને સારુ આરોગ્ય બક્ષે છે અને પરિવાર સ્વસ્થ રીતે જીવન જીવે છે.

    એનિમીયા મુક્ત ગુજરાત બને એ માટે ચાલે છે અભિયાન

    એનિમીયા મુક્ત મહિલાઓ બને એ અભિયાન સાથે જોડાયેલા શાંતિભાઇ ફળદુએ જણાવ્યું કે, “એનીમિયા વિશે આપણે ત્યાં ખુબ ઓછી જાગૃતિ છે. શિક્ષિત પરિવારોની મહિલાઓ પણ આ રોગથી પિડાય છે. એટલે લોકો અનીમિયા વિશે જાણે તે જરૂરી છે અને તેની સારવાર કરે. છેલ્લા આઠેક વર્ષમાં અમે 2.22 લાખ મહિલાનું નિદાન કર્યુ અને સારવાર કરી. સ્વસ્થ સમાજ માટે મહિલાઓ રોગમુક્ત બને તે જરૂરી છે.”

    શાંતિભાઇ ફળદુ પણ દલખાણીયામાં મેડિકલ ટીમ સાથે હાજર રહ્યા હતા અને ગામ લોકોને એનીમિયા વિશે જાણકારી અને માર્ગદર્શન આપ્યુ હતું.

    અેનિમીયાની સારવારમાં શું  ?

    શાંતિભાઇ ફળદુએ કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાનાં માપદંડો પ્રમાણે, મહિલોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ (લોહીનાં ટકા) 13.7 થી 15 હોવા જોઇએ. તો સારુ ગણાય. જો એનાથી નીચે હોય તો સારવાર કરાવી જોઇએ. અને નિદાન કર્યા પછી મહિલાઓને મલ્ટીવિટામીન (ફોલીક એસિડ, બી12, વિટામીન સી અને આર્યન એમ ચારેયના મિશ્રણથી તૈયાર કરેલી ગોળી આપીએ છીએ. 90 દિવસનો આ કોર્સ હોય છે. જો નિયમીત રીતે આ દવા લેવામાં આવે તો આ ઉણપ દૂર થઇ શકે છે અને મહિલા સ્વસ્થ જીવન જીવી શકે છે.”
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Dhari, Forests, Gir, મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन