VIDEO : ખાંભામાં 8 ફૂટ લાંબા સાપને નોળિયાએ છલાંગ લગાવી દબોચ્યો

સાપનો શિકાર કરવા માટે ઉતાવળો બનેલો નોળિયો છલાંગ લગાવીને સાપને પોતાના મોઢામાં પકડી લે છે.

News18 Gujarati
Updated: July 13, 2019, 11:53 AM IST
VIDEO : ખાંભામાં 8 ફૂટ લાંબા સાપને નોળિયાએ છલાંગ લગાવી દબોચ્યો
સાપ નોળિયાની ફાઇટ
News18 Gujarati
Updated: July 13, 2019, 11:53 AM IST
રાજન ગઢીયા, અમરેલી : સાપ અને નોળિયાને કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. અવાર નવાર બંનેની લડાઈ જોવા મળતી હોય છે. બંનેની લડાઈનો અંત ક્યારેક કોઈ એકના મોત સાથે આવતો હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીના ખાંભા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક નોળિયો લીંબુડીના ઝાડ પરથી એક આઠ ફૂટ લાંબા સાપનો શિકાર કરે છે. હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો બહાર નીકળતા હોય છે. આ દરમિયાન એક સાપ અને નોળિયાનો ભેટો થઈ ગયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ લીંબુડીના ઝાડ પર આશરે બે ફૂટ જેટલી ઊંચાઈ પર બેઠો છે. ત્યારે જ નીચે એક નોળિયો આવી પહોંચે છે. સાપનો શિકાર કરવા માટે ઉતાવળો બનેલો નોળિયો છલાંગ લગાવીને સાપને પોતાના મોઢામાં પકડી લે છે. જે બાદમાં સાપને મોઢામાં જ ભરાવીને ત્યાંથી ચાલતી પકડે છે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...