નોટબંધી: પુરતા રૂપિયા ના મળતાં સ્ટેટ બેંકમાં ખેડૂતોનું હલ્લાબોલ

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 12:34 PM IST
નોટબંધી: પુરતા રૂપિયા ના મળતાં સ્ટેટ બેંકમાં ખેડૂતોનું હલ્લાબોલ
નોટબંધી બાદ બે મહિના થવા આવ્યા હોવા છતાં હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. બેંકો અને એટીએમમાં પુરતા પૈસા ના મળતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ સ્થિતિ અનુભવી ત્રસ્ત બનેલા ખેડૂતોએ આજે ખાંભા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં હલ્લાબોલ કર્યું હતું.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 12:34 PM IST
અમરેલી #નોટબંધી બાદ બે મહિના થવા આવ્યા હોવા છતાં હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. બેંકો અને એટીએમમાં પુરતા પૈસા ના મળતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ સ્થિતિ અનુભવી ત્રસ્ત બનેલા ખેડૂતોએ આજે ખાંભા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં હલ્લાબોલ કર્યું હતું.

અમરેલી જિલ્લાના ખાંભા ગામે આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. બે મહિના થવા આવ્યા હોવા છતાં નોટબંધીથી કળ ના વળતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાને તાળાબંધી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતાં મામલો થાળે પડ્યો હતો.

ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો કે, નોટબંધીને બે મહિના થવા આવ્યા છે છતાં હજુ સ્થિતિ સુધરી નથી. છતા પૈસે પૈસા વગરના જેવી સ્થિતિ છે. બેંક દ્નારા પુરતા પૈસા અપાતા નથી. લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ માંડ 5 હજાર રૂપિયા આપવામાં આવે છે.
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर