કોરોના વાયરસની અસર : મોરારિ બાપુએ રાજુલાની કથા 15 દિવસ માટે સ્થગિત કરી, કહ્યુ, 'રાજપીઠ કરતાં વ્યાસપીઠને ચિંતા વધારે'

News18 Gujarati
Updated: March 16, 2020, 5:33 PM IST
કોરોના વાયરસની અસર : મોરારિ બાપુએ રાજુલાની કથા 15 દિવસ માટે સ્થગિત કરી, કહ્યુ, 'રાજપીઠ કરતાં વ્યાસપીઠને ચિંતા વધારે'
મોરારિ બાપુ (ફાઇલ તસવીર)

રાજુલાની 'માનસ મંદિર' કથાને 1 એપ્રિલ સુધી વિરામ, બાપુએ કહ્યું, 'માનવીનાં તન-મન-ધનને નુકશાન ન થાય એટલે વિરામ'

  • Share this:
રાજુલા : કોરોના વાયરસ (CoronaVirus)ની અસરના પગલે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા (government of Gujarat) દ્વારા જાહેર મેળવાડા (Public Gatheing)ઓ પર બે અઠવાડિયાનો (2 Week) પ્રતિબંધ (Baned) મૂકયો છે. દરમિયાન ધાર્મિક મેળવાડાઓનો પણ આ સૂચિમાં સમાવેશ થતો હોવાના પગલે રાજુલામાં (Rajula) યોજાઈ રહેલી મોરારી બાપુની (Morari Bapu) રામ કથા (Ram Katha) બે અઠવાડિયા પૂરતી સ્થગિત કરાઈ છે. કથાને વિરામ જાહેર કરતા બાપુએ કહ્યું કે 'રાજપીઠોને ચિંતા હોય તેના કરતાં વ્યાસપીઠોને ચિંતા વધારે હોય છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે જો મને એવું લાગશે તો હું કથાને વિરામ આપીશ'

શું કહ્યું મોરારી બાપુએ?

મોરારી બાપુએ રાજુલામાં માનસ મંદિર કથાની વ્યાસપીઠ પરથી શ્રોતાઓને સંબોધતા કહ્યું, 'આ કથાને આગામી 2 અઠવાડિયા એટલે કે 1 એપ્રિલ સુધી વિરામ આપવામાં આવે છે. માનવીનાં મન-તન-ધનને નુકશાન ન થાય એટલે વિરામ આપીએ છે. જો રાજપીઠોને ચિંતા હોય તો વ્યાસપીઠોને તો એના કરતાં વધારે ચિંતા હોય છે. આ કથા પૂર્ણ જાહેર કરવામાં નથી આવતી. મંડપ પણ અહીંયા જ રહેશે અને આપ સૌ એક નવેમ્બરથી ફરીથી પધારજો'

આ પણ વાંચો :  સુરત : CoronaVirusની અસરથી STના મુસાફરોને સુરક્ષિત રાખવા ફિનાઇલથી બસો ધોઈ, નાગરિકો પણ સુરક્ષા જાળવે!
6 દિવસની કથા 1 એપ્રિલથી યોજાશે

મોરારી બાપુએ ઉમેર્યુ કે 'રાત ભરના ચિંતન પછી મારો આ નિર્ણય છે. આજે ત્રીજા દિવસે અહીંની માનસ 'મંદિર' રામ કથા 15 દિવસ પછી પહેલી એપ્રિલથી પાછી આ કથા શરૂ થશે. મંડપો આમને આમ રહેશે. કઈ જ નહીં હટે બસ સુરક્ષાના કારણે આપણે આ કથાને વિરામ આપીએ છે. '

આ પણ વાંચો :  Corona Virus Effect : અમદાવાદમાં હોલ- પાર્ટી પ્લોટના બુકિંગ રદ, બુકિંગ કરાવનારને આ રીતે મળશે રિફંડ

બે અઠવાડિયા માટે શાળા-કોલેજો,મોલ-મલ્ટિપ્લેક્સ બંધ

કોરોના વાયરસના વધતાં પ્રભાવને જોતાં આવતીકાલથી બે સપ્તાહ સુધી આખાય રાજ્યમાં તમામ શાળા-કોલેજો ઉપરાંત આંગણવાડીઓ બંધ રાખવા નિર્ણય કર્યો છે. માત્રા શાળા-કોલેજો જ નહીં,રાજ્યભરમાં મલ્ટીપ્લેક્સ-િથયેટરો ઉપરાંત સ્વિમીંગ પુલો પણ બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. ધાર્મિક સંસૃથાઓને પણ ધાર્મિક કાર્યક્રમો હાલપુરતા ન યોજવા અપીલ કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસૃથાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

 
First published: March 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading