Home /News /kutchh-saurastra /

Videoમાં જુઓ અમરેલીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, ડુંગળી લસણનું કર્યું મફતમાં વિતરણ

Videoમાં જુઓ અમરેલીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, ડુંગળી લસણનું કર્યું મફતમાં વિતરણ

જેમાં તેમણે ડુંગળી અને લસણનું મફતામાં લોકોને આપ્યાં હતાં.

કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. (રાજન ગઢિયા, અમરેલી)

    અમરેલી જિલ્લામાં વધતી મોંઘવારી સામે કોંગ્રેસે અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે ડુંગળી અને લસણનું મફતામાં લોકોને આપ્યાં હતાં. કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે અમરેલીનાં રાજકમલ ચોક પાસે ડુંગળી અને લસણની લારીઓ લઇને ઉભા હતાં. તેમણે આવતા જતા લોકોને ડુંગળી અને લસણ મફતમાં વેહેંચ્યું હતું. જેવા આ સમાચારનો પ્રચાર થયો કે ત્યાં લોકોનાં ટોળેટોળા પણ ભેગા થઇ ગયા હતાં. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ એક માણસને એક થેલી લસણ અને એક થેલી ડુંગળી આપી રહ્યાં હતાં.

    આ પણ વાંચો: જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

    કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, 'કેન્દ્રમાં બેઠેલી સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે જે ઓરમાયુ વર્તન કરે છે. તેના કારણે જ ખેડૂતોને પોષણક્ષમ ભાવોનાં અભાવે પોતાનો માલ મફતમાં વેચવાની ફરજ પડે છે. આર્થિક રીતે ખેડૂતોને કંઇ લાભ થતો નથી અને તેઓ દેવામાં ગરકાવ થાય છે. જેને કારણે તેમણે આત્મહત્યા કરવી પડે છે આ આત્મહત્યાનું પાપ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માથે છે.'

    કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. 'ભાજપ તુને ક્યા કિયા કિસાનો કો બરબાદ કિયા' અને 'ભાજપ હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કરીને સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે માંગ કરી હતી કે ખેડૂતોને પોતાની મહામહેનતે કરેલી ખેતીનાં પાકની પોષણક્ષમ ભાવ મળે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Protest, Saurastra, અમરેલી, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन